ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં દારૂના નશામાં ધૂત યુવકે દુકાનદાર સાથે માથાકૂટ કરી, ઘટના CCTVમાં કેદ - youth got into fight in valsad

વલસાડ શહેરના હાલર રોડ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં શનિવારે મોડી સાંજે દારૂના નશામાં ધૂત એક યુવકે દુકાનદાર પાસે જઈને ઠંડાપીણા આપવાની માગ કરી હતી. જો કે તેના બદલામાં આ યુવકે વીસ રૂપિયાની ફાટેલી બે ટુકડા થયેલી નોટ દુકાનદારને આપતા દુકાનદારે તે લેવાની ના પાડી હતી. ત્યારબાદ દારૂના નશામાં ધૂત યુવકે એક કલાક સુધી દુકાનદાર સાથે માથાકૂટ કરી તમાશો કર્યો હતો.

વલસાડમાં દારૂના નશામાં ધૂત યુવકે દુકાનદાર સાથે માથાકૂટ કરી
વલસાડમાં દારૂના નશામાં ધૂત યુવકે દુકાનદાર સાથે માથાકૂટ કરી

By

Published : Nov 29, 2020, 3:50 PM IST

  • દારૂડિયા યુવકે દુકાનદાર સાથે માથાકૂટ કરી
  • ઠંડાપીણાના બદલામાં યુવકે દુકાનદારને વીસ રૂપિયાની ફાટેલી નોટ આપી
  • લોકોએ મેથીપાક ચખાડ્યો


વલસાડ: સિવિલ રોડ પર આવેલી એક દુકાનમાં મોડી સાંજે દારૂના નશામાં ધૂત યુવકે પહોંચી દુકાનદારે ઠંડાપીણા આપવાની માગ કરી હતી જેના બદલામાં તેણે વીસ રૂપિયાની ફાટેલી નોટ દુકાનદારને આપી હતી. જે દુકાનદારે લેવાની ના પાડતા યુવકે ભાન ભૂલી તમાશો ઉભો કર્યો હતો તેમજ દુકાનદાર સાથે ઝપાઝપી કરી હતી જેને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા.

વલસાડમાં દારૂના નશામાં ધૂત યુવકે દુકાનદાર સાથે માથાકૂટ કરી

યુવક નહીં માનતા લોકોએ મેથી પાક ચખાડ્યો

દુકાનદાર અને યુવક વચ્ચે થઇ રહેલી માથાકૂ ને જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દારૂના નશામાં ધૂત આ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ યુવક એકનો બે ન થતાં સમજાવવા આવેલા લોકોને પણ તે ગાળાગાળી કરી રહ્યો હતો જેને લઇને ઉશ્કેરાઈ ગયેલા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો. તેને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વલસાડમાં દારૂના નશામાં ધૂત યુવકે દુકાનદાર સાથે માથાકૂટ કરી

ABOUT THE AUTHOR

...view details