ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ રક્તદાતા દિવસ : વલસાડમાં દર 15 મિનિટે એક યૂનિટ બ્લડની જરૂર પડે છે - વિશ્વ રક્તદાન દિવસ

14મી જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે પૈકી દર વર્ષે વિવિધ જગ્યાઓ ઉપર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જો કે સમગ્ર વર્ષ દરમિયાન જ્યારે પણ રક્તની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે વલસાડ જિલ્લામાં આવેલા રકતદાન કેન્દ્ર દ્વારા તેમની જરૂરિયાતને પહોંચી વળવાની કામગીરી કરવામાં આવે છે. રકતદાન કેન્દ્રમાં રોજિંદા 70 યૂનિટ બોટલની જરૂરિયાત ઉભી થાય છે. એટલે કે દર પંદર મિનિટે વલસાડ જિલ્લામાં 1 unit bloodની જરૂરિયાત સર્જાઇ છે અને તેને પહોંચી વળવા માટે વલસાડમાં અનેક એવા રક્તદાતાઓ છે. જે અત્યાર સુધીમાં 100થી વધુ વાર રક્તદાન કરી ચૂક્યા છે.

જિલ્લામાં દર 15 મિનિટે એક યુનિટ બ્લડની જરૂર પડે છે
જિલ્લામાં દર 15 મિનિટે એક યુનિટ બ્લડની જરૂર પડે છે

By

Published : Jun 14, 2020, 8:12 PM IST

વલસાડ : વૈશ્વિક મહામારી કોરોના દરમિયાન લોકડાઉનમાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર રક્તદાન શિબિરો યોજાઇ હતી. આજે રવિવારે જ્યારે 14 જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જિલ્લામાં પણ એવા અનેક રક્તદાતાઓ છે જેમણે લોકોના જીવને નવજીવન આપવા માટે 100 કરતાં પણ વધુ વાર રક્તદાન કર્યું છે.

જિલ્લામાં દર 15 મિનિટે એક યુનિટ બ્લડની જરૂર પડે છે


મહત્વનું છે કે, જિલ્લામાં દર 15 મિનિટમાં 1 unit bloodની જરૂર ઊભી થાય છે અને તે માટે વલસાડ રકતદાન કેન્દ્ર દ્વારા તેને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં બ્લડ યૂનીટ રક્તદાન શિબિર યોજીને એકત્ર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં વલસાડ રકતદાન કેન્દ્રમાં 3,66,547 લોકોએ રક્તદાન કર્યું છે. જેનાથી 4,20,422 લોકોને નવજીવન મળ્યું છે. આમ, રક્ત એક કોઈ મશીન કે કૃત્રિમ રીતે બનાવી શકાય તેમ નથી જેથી રક્તની કિંમત લોકોએ સમજવી જોઈએ અને અન્યના નવજીવન માટે રક્તદાન કરવું એ સૌથી મહાદાન કહી શકાય છે.

ગ્રાફ

ABOUT THE AUTHOR

...view details