ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણગંગા નદીમાં ડૂબેલા 2 યુવકોમાંથી એકનો મૃતદેહ મળ્યો - FIRE SECTION

વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીમાં સોમવારે 5 જેટલા મિત્રો નાહવા ગયા હતાં. જેમાં નદીના ઊંડા પાણીમાં 2 યુવકો ડૂબી ગયા હતાં. જેમની શોધખોળ બાદ મંગળવારે વહેલી સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બીજા યુવકની શોધખોળ શરૂ છે.

દમણગંગા નદીમાં ડૂબેલા 2 યુવકોમાંથી એકનો મૃતદેહ મળ્યો
દમણગંગા નદીમાં ડૂબેલા 2 યુવકોમાંથી એકનો મૃતદેહ મળ્યો

By

Published : Mar 30, 2021, 12:44 PM IST

  • નદીમાં ડૂબેલા 2 મિત્રો પૈકી એકનો મૃતદેહ મળ્યો
  • ધુળેટીના દિવસે દમણગંગા નદીમાં ન્હાવા ગયા હતા
  • પાંચ મિત્રોમાંથી 2 ડૂબી ગયા હતા

વાપી: વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતા સૂરજ નામના યુવકનો મૃતદેહ દમણગંગા નદીમાંથી મળી આવ્યો છે. મૃતક સૂરજ અને દિલીપ સોમવારે પોતાના અન્ય મિત્રો સાથે નદીમાં સ્નાન કરવા ગયા હતા. જેમાં બંન્ને ડૂબી ગયા હતા. સ્થાનિક લોકો, ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસની ટીમે તેમની શોધખોળ હાથ ધરી હતી.

બુમો સાંભળીને સ્થાનિક લોકોએ 1 યુવકને બચાવી લીધો

સમગ્ર ઘટના અંગે ડુંગરા પોલીસમાંથી મળેલી વિગતો મુજબ ડુંગરા વિસ્તારમાં રહેતા સૂરજ અને દિલીપ તેમના અન્ય મિત્રો સાથે દમણગંગા નદીમાં ન્હાવા ગયા હતા. ધુળેટીનું પર્વ હોવાથી રજાનો દિવસ હતો. એટલે તમામ મિત્રો નદીમાં ન્હાવા ગયા હતા. જેમાં 2 મિત્રોને તરતા આવડતું હતું. બાકીના ત્રણ મિત્રો નદીના ઊંડા પાણીમાં તણાયા હતાં. જેઓની બુમો સાંભળીને સ્થાનિક લોકોએ 1 યુવકને બચાવી લીધો હતો.

આ પણ વાંચો:દેવરિયામાં હોળી રમ્યા બાદ નદીમાં સ્નાન કરવા ગયેલા 5 યુવક ડૂબ્યા

સ્થાનિક લોકોએ સવારે એક મૃતદેહ બહાર કાઢ્યો

સૂરજ અને દિલીપનો કોઈ પત્તો ન લાગતા ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે મોડી રાત સુધી બંન્ને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ મંગળવારે વહેલી સવારે સૂરજનો મૃતદેહ પાણીમાં તરતો દેખાતા સ્થાનિક લોકોએ તેને બહાર કાઢીને ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. હાલ ફાયર વિભાગે દિલીપની શોધખોળ હાથ ધરી છે. સાથે ચંદ્રપુરના તરવૈયાઓને પણ બોલાવવાની તજવીજ શરૂ કરી છે.

આ પણ વાંચો:રાજકોટના ત્રંબા ગામે આજી નદીમાં સ્નાન કરવા પડેલા બે યુવાનોના મોત

ABOUT THE AUTHOR

...view details