વલસાડ: પારડી રાણા સ્ટ્રીટ સંસ્કૃતિ આંગન એપાર્ટમેન્ટના ફલેટ નંબર 103 માં રહેતા રમેશભાઈ ફકીરભાઈ સોલંકીના યુવાન પુત્ર ભાવેશે પાર નદીના પુલ પરથી કોઇ અગમ્ય કારણસર ઝંપલાવી દીધું હતું. આ ઘટનાને આજે 12 દિવસ થયા છે. ત્યારે બારમા દિવસે આ યુવકનો મૃતદેહ વલસાડના મગોદ ડુંગરી ગામે દરિયાકિનારે બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જે બાબતે પોલીસે મળેલ મૃતદેહની ઓળખ કરવા પારડીના પરિવારને બોલાવી નિરીક્ષણ કરાવતા યુવકે પહેરેલા કપડાના આધારે તેની ઓળખ કરી હતી. જોકે, બાર દિવસ પછી મળેલ મૃતદેહ ડી કમ્પોઝ હાલતમાં હોવાથી તેને પીએમ કર્યા બાદ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
પારડીની પાર નદીમાં પડતું મૂકનાર યુવકનો બાર દિવસે મૃતદેહ મળ્યો
પારડી પાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતા કર્મચારીનો પુત્ર થોડા દિવસ પૂર્વે પાર નદી નજીક પોતાના મિત્રો સાથે ફરવા ગયો હતો. ત્યાં અચાનક નદીમાં ઝંપલાવી દીધું હતું. જે બાદ તેની શોધખોળ ચંદ્રપુરના લાઇફ સેવર ટ્રસ્ટના યુવાનોએ કરી પણ મૃતકની કોઈ ભાળ મળી નહતી. જોકે, ઘટનાના 12 દિવસ બાદ મૃતદેહ વલસાડના મગોદ ડુંગરી ગામે મળી આવતા પરિવારજનોએ તેની કપડા ઉપરથી ઓળખ કરી હતી.
પારડીની પાર નદીમાં પડતું મૂકનાર યુવકનો બાર દિવસે મૃતદેહ મળ્યો
મહત્વનું છે કે, પારડી ચંદ્રપુરની માંગેલા લાઇફ સેવર ટ્રસ્ટની ટીમે ભારે જેહમત ઉઠાવી તપાસ હાથ ધરી હતી. પરંતુ ત સમયે મૃતદેહ અંગે કોઈ ભાળ મળી નહોતી. ત્યારે બાર દિવસ બાદ યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.