- ધોરણ 6થી 8ના કેટલાક ગણિત, વિજ્ઞાન જેવા પુસ્તકો પહોચ્યાં નથી
- પાઠ્યપુસ્તકો હજુ સુધી સ્કૂલ સુધી ન પહોંચતા નવા સત્રમાં કઈ રીતે અભ્યાસ ચલાવવો તે અંગે મૂંઝવણ
- હાલમાં 10 જુલાઈ સુધી જ્ઞાનસેતુના પુસ્તકોનો અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે
- જ્ઞાનસેતુના પુસ્તકો પણ મોડે મોડે હમણાં જ પહોંચ્યા છે
વલસાડ : 1 જૂનથી શાળાકીય નવા સત્રનો પ્રારંભ થઇ જતો હોય છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારીને કારણે આવેલા લોકડાઉન (lockdown)ને કારણે શિક્ષણકાર્ય ખોરંભે પડયું હતું. જેના કારણે અનેક વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના માસ પ્રમોશન કરી આગળના વર્ગમાં મોકલી દેવામાં આવ્યા છે, જેથી પરિસ્થિતિએ પ્રકારે ઉદ્ભવી છે કે, હોશિયાર વિદ્યાર્થીઓની સાથે સાથે અભ્યાસક્રમમાં પાછળ રહેતા વિદ્યાર્થીઓ પણ માસ પ્રમોશનમાં આગળના વર્ગમાં આગળ વધી રહ્યા છે. જોકે આ બન્ને વચ્ચે તફાવત કરવા માટે હાલમાં જ્ઞાનસેતુ પુસ્તકો (Gyansetu books)ના માધ્યમથી 10 જુલાઈ સુધી ઓનલાઇન પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જ્ઞાનસેતુના પુસ્તકો (Gyansetu books) પણ મોડે મોડે હમણાં જ વિદ્યાર્થીઓ સુધી પહોંચતા કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો : મહેસાણા જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો મળ્યા નથી
વલસાડમાં પણ 10 જુલાઈ સુધી જ્ઞાનસેતુના પુસ્તકોનો અભ્યાસક્રમ
ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો છપાઈ ચુક્યા છે અને કેટલાક પુસ્તકો તૈયાર છે, પરંતુ તે હજુ સુધી સ્કૂલ સુધી પહોંચ્યા નથી, ત્યારે અભ્યાસક્રમ કઈ રીતે આગળ વધારવો તે અંગે શિક્ષકોમાં પણ મૂંઝવણ ઊભી થઈ રહી છે. જોકે માસ પ્રમોશનને કારણે હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુના પુસ્તકો (Gyansetu books)થી ઓનલાઇન પ્રશિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે. જે આગામી તારીખ 10 જુલાઈ સુધી ચલાવવામાં આવનારું છે. ત્યાં સુધીમાં જો પુસ્તકો નહીં આવે તો આગામી દિવસમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પર અસર થઇ શકે તેમ છે.
આ પણ વાંચો : યુનાઇટેડ વે ઓફ અમદાવાદ દ્વારા દિવ્યાંગોને રેશન કિટનું વિતરણ