ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં મંદિરોને નોન આલ્કોહોલિક સેનેટાઇઝથી કરાઈ રહ્યા છે સેનેટાઈઝ - સેનેટાઇઝ

વાપીમાં અને સમગ્ર દેશમાં કોરોના મહામારીના સંક્રમણને પગલે સરકારે લાગુ પાડેલા લોકડાઉન અને અનલોકના 75 દિવસ બાદ ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી સરકાર તરફથી મળવાની છે, ત્યારે આ સમયે કોરોનાનું સંક્રમણ લોકોમાં ફેલાય નહીં અને કોરોના વાઇરસનો ચેપ લાગે નહીં તેવા શુભ ઉદ્દેશ્યથી વાપીના Human Rights Mission સંસ્થા દ્વારા ધાર્મિક સ્થળોને નોન આલ્કોહોલિક સેનેટાઈઝરથી સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે.

મંદિરોને નોન આલ્કોહોલિક સેનેટાઇઝથી કરાઈ રહ્યા છે સેનેટાઈઝ
મંદિરોને નોન આલ્કોહોલિક સેનેટાઇઝથી કરાઈ રહ્યા છે સેનેટાઈઝ

By

Published : Jun 7, 2020, 4:47 PM IST

વાપી : સમગ્ર ભારતમાં 8મી જૂનથી અનલોક એકની પુર્ણાહુતી અને નવા નીતિ નિયમો સાથે કોરોના સામે બાથ ભીડવાનું ભગીરથ પગલું સરકાર ભરવા જઇ રહી છે. સોમવારથી જે મહત્વનો નિર્ણય લેવામાં આવનાર છે તેમાં કોરોના સંક્રમણ દરમિયાન 75 દિવસથી બંધ ભગવાનના દ્વાર ખોલવાનો છે.

સોમવારથી તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની અને શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શન કરવા દેવાની પરવાનગી આપવામાં આવી રહી છે. લોકડાઉન અને અનલોક લાગુ કર્યા સમયે સરકારે તમામ ધાર્મિક સ્થળો પર પાબંધી લગાવી હતી. જે હવે દૂર કરવાની વાત સામે આવતા મંદિર ટ્રસ્ટીઓ, પૂજારીઓ, ધાર્મિક શ્રદ્ધાળુઓમાં ખુશીની લાગણી વ્યાપી છે.

મંદિરોને નોન આલ્કોહોલિક સેનેટાઇઝથી કરાઈ રહ્યા છે સેનેટાઈઝ
આ સમયે વાપીની હ્યુમન રાઈટ મિશન નામની સંસ્થા પણ આગળ આવી છે. આ સંસ્થાના કાર્યકરોએ વાપીના ચલા, ચણોદ, કોળીવાડ, ગુંજન વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળોને સેનેટાઇઝ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. સંસ્થા દ્વારા દરેક મંદિરના પ્રાંગણને અને ગર્ભગૃહને નોન આલ્કોહોલિક સેનેટાઇઝરથી સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે.
મંદિરોને નોન આલ્કોહોલિક સેનેટાઇઝથી કરાઈ રહ્યા છે સેનેટાઈઝ
સોમવારથી મંદિર ખુલવાના હોય મંદિરના પૂજારી, ટ્રસ્ટીઓમાં પણ અનોખો આનંદ છલકાયો હતો અને સરકારના તમામ નીતિ નિયમોનું પાલન કરી ભાવિક ભક્તોને મંદિરમાં દર્શન કરવાની અનુમતિ આપવામાં આવશે. આ સમયે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવશે અને ફરજિયાત માસ્ક પહેરીને જ પ્રવેશ કરાવવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details