ગુજરાત

gujarat

ETV Bharat / state

ETV Bharat ના અહેવાલ બાદ જાહેરનામાનો ભંગ કરનારા મૂર્તિકારો સામે તંત્રની કાર્યવાહી

વલસાડ જિલ્લા કલેક્ટરે કોરોના મહામારી અને ધાર્મિક તહેવારોમાં POPની મૂર્તિઓ નહીં વેચવા પર ફરમાવેલા જાહેરનામાંનો ભંગ કરનારા 2 મૂર્તિકારો વિરુદ્ધ ઉમરગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગણેશજીની મૂર્તિઓના ડેરા તંબુ તણાયા હોવાનો અહેવાલ ETV ભારત પર પ્રસારિત થયા બાદ તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી હતી.

Etv ના અહેવાલ બાદ જાહેરનામાંનો ભંગ કરનારા મૂર્તિકારો સામે તંત્રની કાર્યવાહી
Etv ના અહેવાલ બાદ જાહેરનામાંનો ભંગ કરનારા મૂર્તિકારો સામે તંત્રની કાર્યવાહી

By

Published : Aug 1, 2020, 2:03 PM IST

વલસાડઃ જિલ્લા કલેક્ટરે કોરોના મહામારી અને ધાર્મિક તહેવારોમાં POPની મૂર્તિઓ નહીં વેચવા પર ફરમાવેલા જાહેરનામાનો ભંગ કરનારા 2 મૂર્તિકારો વિરુદ્ધ ઉમરગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી ગણેશજીની મૂર્તિઓના ડેરા તંબુ તણાયા હોવાનો અહેવાલ ETV ભારત પર પ્રસારિત થયા બાદ તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી હતી.

ભારત સરકાર અને વલસાડ જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડી POP (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓ બનાવી તેનું વેચાણ કરવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉમરગામ સ્ટેશન રોડ રાજસ્થાન સેવા સમિતિના હોલની બાજુમાં, જાહેર રસ્તાની બાજુમાં ઉમરગામ ખાતે ગણપતીજીની બે ફૂટ અઢી ફૂટની મૂર્તિ બનાવી વેચાણ કરતાં તહોમતદાર હિતેશ વસંત પટેલ રહેવાસી ઉમરગામ જીઆઇડીસી કોલોની અને તુષાર દશરથ કદમ રહેવાસી સોળસુંબા નવી નગરીની પોલીસે જાહેરનામાના ભંગ બદલ અટક કરી મૂર્તિ કબજે કરી ગુનો દાખલ કરી વધુ તપાસ ઉમરગામ પોલીસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં કોરોના મહામારીને ધ્યાને રાખી વલસાડ કલેકટર દ્વારા જાહેર ગણેશોત્સવ ઉજવણી પર પાબંધી ફરમાવી છે. આ સાથે જ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા બનાવવા પર અને તેને વેચવા પર, નદી, દરિયા, તળાવમાં તેને વિસર્જન કરવા પર, શોભાયાત્રા યોજવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

તેમ છતાં જિલ્લામાં કેટલીક જગ્યાએ માટીની મૂર્તિઓની આડમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બનાવી તેનું વેચાણ થઈ રહ્યું હતું. જે અંગે ઇટીવી ભારતના અહેવાલ બાદ તંત્રએ આ કામગીરી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details