ગુજરાત

gujarat

વાપી તાલુકાના 3.76 લાખ લોકોનું અત્યાર સુધીમાં 7 વખત કરાયું સર્વેલન્સ

By

Published : Sep 8, 2020, 5:10 PM IST

કોરોના મહામારીની શરૂઆત થયા બાદ વાપી તાલુકામાંથી જિલ્લાના સૌથી વધુ કેસ સામે આવ્યાં હતાં. પરંતુ હાલમાં આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રએ તેના પર કાબુ મેળવવામાં થોડી સફળતા મેળવી છે. આરોગ્ય વિભાગે તાલુકાના 3.76 લાખ લોકોનું 3 મહિનામાં 7 વાર સ્ક્રિનીંગ કર્યું છે. હવે આ કામગીરી થકી જિલ્લાને કોરોના મુક્ત કરવાની નેમ હાથ ધરવામાં આવી છે.

etv bharat
કોરોના કાબુ :- વાપી તાલુકાના 3.76 લાખ લોકોનું અત્યાર સુધીમાં 7 વાર કરાયું સર્વેલન્સ

વાપી: વલસાડ જિલ્લામાં વાપી ઔદ્યોગિક હબ ગણાય છે. વાપી તાલુકામાં અનેક નાનામોટા ઉદ્યોગો આવેલા છે. ત્યારે કોરોના મહામારી દરમિયાન આ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં કોરોના પોઝિટિવ દર્દીઓ પણ સામે આવ્યા હતાં. જે બાદ આરોગ્ય વિભાગે અને વહીવટીતંત્રએ ઘરે-ઘરે સર્વેની કામગીરી હાથ ધરી, 3 માસમાં તાલુકાના પાલિકા વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારમાં 3.76 લાખથી વધુ લોકોનું 7 વાર સ્ક્રિનીંગ કર્યું છે.

વાપી તાલુકાના 3.76 લાખ લોકોનું અત્યાર સુધીમાં 7 વાર કરાયું સર્વેલન્સ
આ સ્ક્રિનીંગ દરમ્યાન શંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં રિફર કરવા ઉપરાંત દરરોજ ખાનગી હોસ્પિટલો, PHC સરકારી હોસ્પિટલોમાં SARI -severe acute respiratory infection અને ILI- influenza like illness ના જે પણ કેસ આવે તેનું રિપોર્ટિંગ કરવામાં આવે છે. તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 3786 એન્ટીજેન ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી 155 પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે. હાલમાં પણ SOP મુજબ ઉદ્યોગોને કોરોના ગાઈડલાઈનું પાલન કરાવવા ખાસ સર્વેલન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે. જેના ફાયદારૂપે કોરોનાના નવા કેસમાં ખુબજ ઘટાડો નોંધાયો છે.
વાપી તાલુકાના 3.76 લાખ લોકોનું અત્યાર સુધીમાં 7 વાર કરાયું સર્વેલન્સ

વાપીમાં આરોગ્ય વિભાગની કામગીરી

  • આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે
  • 3 માસમાં તાલુકાના પાલિકા વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારમાં 3.76 લાખથી વધુ લોકોનું 7 વાર સ્ક્રિનીંગ કરાયુ
  • 10 ટકા જેટલા કામદારો છેલ્લા દોઢ મહિનામાં પરત આવ્યાં તમામને હોમ કોવોરોન્ટાઈન કરી હેલ્થ ચકાસણી કર્યા બાદજ જોબ પર રાખવામાં આવ્યા
  • SOP મુજબ ઉદ્યોગોને કોરોના ગાઈડલાઈનું પાલન કરાવવા ખાસ સર્વેલન્સ ટીમ તૈનાત કરવામાં આવી
  • તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 3786 એન્ટીજેન ટેસ્ટ કરવામાં આવ્યાં
    વાપી તાલુકાના 3.76 લાખ લોકોનું અત્યાર સુધીમાં 7 વાર કરાયું સર્વેલન્સ

આરોગ્ય વિભાગ દ્વારા તાલુકામાં ઘરે બેઠા સારવાર, 60 વર્ષથી ઉપરના દર્દીઓને ઘરે બેઠા દવા પહોંચાડવી, 18 ધનવંતરી રથ, 15 સ્પેશિયલ ટીમ અને 98 PHCની ટીમ દ્વારા સતત સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કોરોના મહામારી દરમિયાન ટ્રેન મારફતે 70 હજારથી વધુ પ્રવાસી કામદારોને વતન મોકલ્યા બાદ હવે તેમાંથી 10 ટકા જેટલા કામદારો છેલ્લા દોઢ મહિનામાં પરત આવ્યાં છે. જેને હોમ કોવોરોન્ટાઈન કરી હેલ્થ ચકાસણી કર્યા બાદ જ જોબ પર રાખવામાં આવી રહ્યા છે. ટૂંકમાં આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે હવે દિવસે દિવસે વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.

વાપી તાલુકાના 3.76 લાખ લોકોનું અત્યાર સુધીમાં 7 વખત કરાયું સર્વેલન્સ

ABOUT THE AUTHOR

...view details