આજના યુવાનો મોબાઈલ અને ઈન્ટરનેટનો ખૂબજ ઉપયોગ કરી રહ્યા છે. તેઓમાં મોબાઈલ અને ઈન્ટરનેટનો મેનિયા જોવા મળે છે. તેના પરિણામે મની ફ્રોડ, હેકિંગ, સાયબર ટેરર જેવા ક્રાઈમ થાય છે. અનઅધિકૃત સાયબર કાફેમાં ઇન્ટરનેટ સર્ફિંગ કરવામાં આવે ત્યારે કી-બોર્ડના ઉપયોગ દરમિયાન આંગળીઓના ઇમ્પ્રેસનનો ઉપયોગ કરી સાયબર ટેરરો કેવી રીતે નુકશાન પહોંચાડી શકે છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી.
ધરમપુર કૉલેજમાં સાયબર સીકયુરીટી અંગે કરાયા માહિતગાર - ઈન્ટરનેટનો મેનિયા
વલસાડ: હાલ વિદ્યાર્થીઓમાં મોબાઈલ અને ઈન્ટરનેટનો મેનિયા જોવા મળી રહ્યો છે. ત્યારે વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને ધરમપુરના એન.એસ.એસ. અને સપ્તધારા સમિતિના ઉપક્રમે લક્ષ્મી ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર રાજવી પટેલે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ એન્ડ સાયબર સિક્યુરીટી અંગે સાવચેત કર્યા હતા.
સાયબર સિક્યુરીટી અંગે સાવધ કરતા કહ્યુ કે, વિદ્યાર્થીઓને પાસવર્ડ સ્ટ્રોંગ બનાવવા આલ્ફાબેટ, ન્યુમેરિક તથા સ્પેશિયલ કીનો ઉપયોગ કરી પાસવર્ડ બનાવવા જોઇએ, અજાણી કે ખરાબ વેબસાઈટ સર્ચ ન કરવી, ઈન્ટરનેટ પરથી ડેટા ડાઉનલોડ કરી તેને સ્કેન કરવા, પાસવર્ડ અને સીવીવી કોઈને પણ શેર ન કરવા જણાવ્યું હતું. કોમ્પ્યુટર-લેપટોપ પરના વાઈરસ જેવા કે, માલવેર, ટ્રોજન હોર્સથી ડેટા કરપ્ટ થતા રોકવા અને પેઈડ એન્ટી વાઈરસ સોફટવેર નાખવાનું સૂચન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડૉ.વી.ડી.પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડૉ.શૈલેષ રાઠોડે કરી હતી. આ કાર્યક્રમને શ્રી એમ.એસ.વી.એસ. કેળવણી મંડળના હોદ્દેદારો સર્વે ઈશ્વરભાઈ પટેલ, ધનેશ ચૌધરી, કનુભાઈ રાઠોડ તેમજ કેમ્પસ ડાયરેક્ટર દિનેશસિંહ દોડીયા અને સમગ્ર ટ્રસ્ટીગણે શુભકામના પાઠવી હતી.