વલસાડમાં વર્ષો જૂની બિલ્ડીંગમાં સરકારી કચેરીઓ ધમધમી રહી છે. છ માળની બહુમાળી બિલ્ડીંગમાં છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બની હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની દરકાર લેવામાં આવતી નથી. બિલ્ડીંગના છઠ્ઠા માળે ચાલતી વિવિધ કચેરીઓ જેવી કે, રજીસ્ટ્રાર કચેરી, નશાબંધી અને આબકારી વિભાગ, ખેલકૂદ વિભાગ નેહરુ યુવા કેન્દ્ર કચેરીઓ આવેલી છે. ચોમાસા દરમિયાન આ જગ્યાએ ઉપરથી પાણી પડી રહ્યું છે તેવું જણાવી રહ્યા છે.
વલસાડમાં બહુમાળી બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો, કોઈ જાનહાની નહીં
વલસાડઃ જિલ્લાની સરકારી જૂની છ માળની બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતા ગભરાટ ફેલાયો છે. વર્ષો જૂની આ બિલ્ડિંગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત જર્જરિત બની હોવા છતાં પણ આ છ માળની બિલ્ડિંગમાં હજુ પણ અનેક સરકારી કચેરીઓ ચાલી રહી છે.
ગુરૂવારે રજિસ્ટ્રાર કચેરીના સ્ટોરરૂમની દિવાલ ઉપર બનાવવામાં આવેલો સ્લેપનો મોટો પોપડો અચાનક તૂટી પડતા અહીં કામ કરનારા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. જો કે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ સરકારી તંત્ર આ બાબતને ગંભીરતાથી યોગ્ય કાર્યવાહી કરે જરૂરી છે. નહીતર આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતાઓ રહેલી છે.
વલસાડની આ બહુમાળી બિલ્ડિંગમાં અનેક સરકારી કચેરીઓ ધમધમી રહી છે. જે માળ જર્જરિત છે તેના છઠ્ઠા માળે રજીસ્ટાર કચેરી આવેલી છે અને જે જગ્યા ઉપરથી સ્લેપનો પોપડો ખરી પડ્યો તે સ્થળ ઉપર તેનું સ્ટોરરૂમ બનાવેલું છે. તેની અંદર અનેક મહત્વના કાગળો અને દસ્તાવેજો મૂકવામાં આવેલા છે. જેમાં પણ વરસાદી પાણી મળતું હોવાનું તપાસ કરતાં બહાર આવ્યું છે. ત્યારે જો આગામી સમયમાં આ જર્જરીત બિલ્ડીંગ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કે, વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે તો મોટી જાનહાની થઈ શકે તેમ છે.