વલસાડ જિલ્લાના ઉમરગામ નારગોલ વિસ્તારમાં આવેલ વૃંદાવન સ્ટુડિઓમાં અનેક ટીવી સિરિયલોનું શૂટિંગ કરવામાં આવે છે. ટેલિફિલ્મનાં શૂટિંગ દરમિયાન દરિયા કિનારે અને જંગલ વિસ્તારમાં શૂટિંગ કરવા માટે વલસાડ દક્ષિણ રેન્જ વનવિભાગની મંજૂરી લેવી પડે છે. વન વિભાગ પોતાના વિસ્તારમાં શૂટિંગ કરવા માટે તે બાદ દૈનિક 5000 રૂપિયા ફી અને 15 હજારની ડિપોઝીટ પર આ પરવાનગી આપે છે.
ઉમરગામમાં ચાલતું સિરિયલનુ શૂટિંગ વન વિભાગે અટકાવ્યું, ગંદકી સહિતના અનેક પ્રશ્નોને લઈ થયો વિવાદ - VLD
ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયાકિનારે વનવિભાગ હસ્તકના વિસ્તારમાં એક વર્ષથી સિરિયલના શૂટિંગની પરમિશનનું રિન્યુઅલ કર્યા વગર જ શૂટિંગ ચાલતું હતું. જે આસપાસ ગંદકી કરતા હોય નવી શરતના ઉમેરા કરવાની જરૂરત વનવિભાગને ધ્યાને આવતા શૂટિંગનું કામકાજ અટકાવવા લેખિતમાં સૂચના આપી છે.
વનવિભાગ હસ્તકના ઉમરગામ, નારગોલ, સંજાણ વિસ્તારમાં ટેલિફિલ્મનું શૂટિંગ કરવા માટે મુંબઈના અંધેરી વેસ્ટના સ્વસ્તિક પ્રોડક્શન નામની કંપનીએ 18 જુલાઈ 2017ના રોજ ઉમરગામ નરગોલ વિસ્તારમાં શૂટિંગની પરમિશન માંગી હતી. જે બાદએ પરમિશન દર વર્ષે રિન્યુઅલ કરવાની હોય છે પરંતુ તે પરમિશન સ્વસ્તિક પ્રોડકશને રિન્યુઅલ કરાવી જ નથી અને છેલ્લા એક વર્ષથી શૂટિંગ શરૂ રાખ્યું હતું. તેમજ આસપાસમાં ગંદકી કરી શરૂ સહિતના ઝાડને નુકસાન થતા શરતભંગ સંદર્ભે શરતોમાં નવી શરતોના ઉમેરા માટે વનવિભાગના અધિકારીને જાગૃત નાગરિકો, પર્યટકો દ્વારા ફરિયાદ કરતા વનવિભાગે તાત્કાલિક ધોરણે લેખિતમાં નોટિસ બજાવી સિરિયલનું શૂટિંગ અટકાવ્યું હોવાનું સંજાણ રેન્જના RFO મિતુલ પટેલે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઉમરગામ ખાતે હાલમાં ચંદ્ર ગુપ્ત મૌર્ય ટીવી સિરિયલનું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યારે આ પહેલા અહીં રાધે ક્રિષ્ન, પોરસ, સહિતની અનેક સિરિયલનું શૂટિંગ કરવામાં આવ્યું છે. નવાઈની વાત એ છે કે છેલ્લા એક વર્ષથી શૂટિંગની પરમિશનનું રિન્યુઅલ નથી કરાયું મતલબ કે 365 દિવસમાં જો 150 દિવસ પણ શૂટિંગ ચાલુ રહ્યું હોય તો રોજના 5000 લેખે વનવિભાગને 7,50,000 નો ફટકો પડયો છે અને તેમ છતાં વનવિભાગના અધિકારીઓ ઊંઘતા જ રહ્યાં છે. જ્યારે વનવિભાગને શૂટિંગ દરમ્યાન પરમિશનની રકમ જમા કરાવી તેની રસીદ પણ આપતું આવ્યું છે. છતા ગંદકી, ઝાડ ને નુકસાનને ધ્યાને રાખી નવી શરતોના ઉમેરા કરવા પડે તેવી તાતી જરૂરિયાત હોય એ શૂટિંગની પરમિશન કેન્સલ કરી શૂટિંગ બંધ કરવા ફરઝમાન આપ્યું છે.