પારડીમાં 4 માળની બિલ્ડિંગના ધાબા પરથી પટકાતા સગીર યુવતીને ગંભીર ઇજા - valsad latest news
ઉમરસાડી રોડ ઉપર આવેલી ચાર માળની બિલ્ડિંગના ધાબા ઉપરથી એક 14 વર્ષીય સગીર યુવતી અચાનક ચક્કર આવી નીચે પડી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે તાત્કાલીક સારવાર અર્થે પ્રથમ પારડી હોસ્પિટલ અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.
પારડીમાં 4 માડની બિલ્ડિંગના ધાબા પરથી પટકાતા સગીર યુવતીને ગંભીર ઇજાઓ
વલસાડઃ જિલ્લાના પારડી ખાતે ઉમરસાડી રોડ ઉપર આવેલી ચાર માળની બિલ્ડિંગના ધાબા ઉપરથી એક 14 વર્ષીય સગીર યુવતી અચાનક ચક્કર આવી નીચે પડી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે પ્રથમ પારડી હોસ્પિટલ અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાને પગલે બિલ્ડીંગના રહીશો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવતીને રિક્ષામાં સારવાર અર્થે પ્રથમ પારડી અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે પારડી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.