- પારડી તાલુકાની 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે સેન્સ લેવાયા
- ભાજપના સંભવિત ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
- સેન્સ લેવાની પ્રક્રિયા 26 અને 27જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવી
વલસાડઃ 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપ દ્વારા વલસાડ જિલ્લામાં 6 તાલુકા પંચાયતની બેઠક માટે સંભવિત ઉમેદવારના સેન્સ લેવાની પ્રક્રિયા 26 અને 27જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવી હતી. પારડી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે અને વલસાડ જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા પારડી સ્વાધ્યાય મંડળ પાઠશાળા ખાતે આયોજિત કરાઈ હતી. જેમાં અનેક ઉમેદવારોએ સેન્સ આપ્યા હતા.
પારડી ખાતે ઉમેદવારની સેન્સ પ્રક્રિયા યોજાઈ
પારડી ખાતે આવેલા સ્વાધ્યાય મંડળ પાઠશાળા હોલમાં આજે ભાજપ દ્વારા તાલુક પંચાયત બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતની 5 બેઠક માટે કુલ 16 ફોર્મની વેહેંચણી થઈ હતી. જ્યારે તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 44 ફોર્મની વહેંચણી થઈ હોવાનું જણાયું હતું.