ગુજરાત

gujarat

ETV Bharat / state

Samras Gram Panchayat Election 2021: ઉદવાડામાં ઈલેક્શન નહીં સિલેક્શન, સતત 15મા વર્ષે ઉદવાડા ગ્રામ પંચાયત સમરસ જાહેર - ઉદવાડા ગામમાં દરિયા કિનારે પ્રોટેક્શન વોલ

રાજ્યમાં 19 ડિસેમ્બેર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા જ દરેક ગ્રામ પંચાયતમાં સરપંચ પદ મેળવવા ગળાકાપ સ્પર્ધા જોવા મળી રહી છે. તેવામાં વલસાડની ઉદવાડા ગ્રામ પંચાયત પહેલા જ સમરસ (Samras Gram Panchayat Election 2021) બની છે. એટલે કે, અહીંના લોકો ઈલેક્શન નહીં, પરંતુ સિલેક્શન કરે છે. આવી જ રીતે ગામના લોકો 15 વર્ષથી ગામના વિકાસમાં ફાળો આપનારા ઉમેદવારને જ સરપંચ તરીકે પસંદ કરે છે. આથી પારસીઓનું ઉદવાડા ગામની ગ્રામ પંચાયત સમરસ (Udvada Gram Panchayat declared Samaras) જાહેર થઈ છે.

Samras Gram Panchayat Election 2021: ઉદવાડામાં ઈલેક્શન નહીં સિલેક્શન, સતત 15મા વર્ષે ઉદવાડા ગ્રામ પંચાયત સમરસ જાહેર
Samras Gram Panchayat Election 2021: ઉદવાડામાં ઈલેક્શન નહીં સિલેક્શન, સતત 15મા વર્ષે ઉદવાડા ગ્રામ પંચાયત સમરસ જાહેર

By

Published : Dec 7, 2021, 11:58 AM IST

Updated : Dec 7, 2021, 12:45 PM IST

  • પારસીઓના પવિત્ર સ્થળ ગણવામાં આવતા ઉદવાડા ગામ પણ આચાર સમરસ ગ્રામ પંચાયતમાં સમાવેશ થાય છે
  • છેલ્લા 15 વર્ષથી ગામના વિકાસમાં અને સરપંચ પદ સહિત વિવિધ કામો કરી ચૂકેલા ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈની સરપંચ તરીકે પસંદગી
  • ઉદવાડા ગામ ગ્રામ પંચાયતમાં આ વખતે 12 સભ્યો અને સરપંચ એમ 13 લોકોને ગ્રામજનોએ પસંદગી કરી છે
  • ડેપ્યુટી સરપંચ તરીકે પારસી સમાજમાંથી આવતા સરોજ ભાઈ હીરાની નિમણૂક કરવામાં આવી છે

વલસાડઃ સમગ્ર વિશ્વમાં જેની ખ્યાતિ છે. એવા પારસીઓના પવિત્ર અગિયારી ધરાવતા ગામ ઉદવાડા ગામમાં (Udvada, a village of Parsis) આ વખતે ચૂંટણી નહીં યોજાય. કારણ કે, ગામના લોકોએ ભેગા મળીને ઈલેક્શન નહીં, પરંતુ સરપંચ માટે સિલેક્શન કરીને ધર્મેન્દ્રભાઈ ઉર્ફે રાજુ પટેલ પર પસંદગી ઉતારી છે. તેમના દ્વારા છેલ્લા 15 વર્ષમાં ઉદવાડા ગામના વિકાસ (Development in Udvada village) માટે અનેક કામગીરી કરવામાં આવી છે, જેને જોતા ભારતીય સમાજ માંગેલા સમાજ ભંડારી સમાજના લોકોએ ભેગા મળીને ગામને સમરસ (Samras Gram Panchayat Election 2021) કરવા તરફ પ્રથમ ડગલું ભર્યું છે, જેને પગલે આ વખતે આ ગામમાં ઈલેક્શન નહીં (Udvada Gram Panchayat declared Samaras) યોજાય.

Samras Gram Panchayat Election 2021: ઉદવાડામાં ઈલેક્શન નહીં સિલેક્શન, સતત 15મા વર્ષે ઉદવાડા ગ્રામ પંચાયત સમરસ જાહેર

આ પણ વાંચો-Samaras gram panchayat election: બારડોલીના ઇશનપોરમાં આઝાદી બાદથી નથી થઈ ગ્રામ પંચાયતની ચૂંટણી

રાજુભાઈ ઘણા સમયથી પોતાની ટીમ સાથે વિકાસની ગાથામાં જોડાયા છે

સરપંચ તરીકે ચૂંટાઈને આવેલા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે રાજુ ડાહ્યાભાઇ પટેલે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી તેઓ ગ્રામ પંચાયતના વિવિધ પદો સાથે જોડાયેલા રહ્યા છે અને છેલ્લી 3 ટર્મથી ઉદવાડા ગામના વિકાસમાં તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો છે. ગામના દરેક નાગરિકો માટે પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સતત તેમણે દરેક પ્રશ્નોના હલ કર્યા છે. દરિયા કિનારે રહેતા લોકો માટે મહત્ત્વનો પ્રશ્ન કરી શકાય એવા પ્રોટેકશન વોલનો પ્રશ્ન પણ ઉચ્ચ રાજકારણીઓ સાંસદો અને ધારાસભ્યોને રજૂઆત કરીને હલ કર્યો છે.

22 કરોડ રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન વોલ ઉદવાડા ગામ દરિયાકિનારે નિર્માણ પામી છે

ઉદવાડા ગામને અડીને આવેલા અરબી સમુદ્ર મોજા ધીરે ધીરે આગળ વધી દરિયા કિનારે રહેતા તમામ લોકોને પોતાની તરફ ખેંચી રહ્યા હતા. તેને લઈને કિનારે રહેતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી અને આ વિકટ પ્રશ્નો માટે અનેક વાર સ્થાનિકોએ સરપંચ અને રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમના દ્વારા આ પ્રશ્ને ગંભીરતાથી લેતા તે સમયના સાંસદ ડોક્ટર કે. સી. પટેલ તેમ જ દંડક ઉષાબેન પટેલને રજૂઆત કર્યા બાદ ઉદવાડા ગામ માટે 2,300 મીટરની લંબાઈ ધરાવતી 22 કરોડ રૂપિયાના ખર્ચે દરિયા કિનારે પ્રોટેક્શન વોલ (Coastal Protection Wall at Udvada Village) બનાવવામાં આવી છે. જોકે, હજી 16 મીટરની પ્રોટેકશન વોલનું કામ માટે એપ્રિલ માસમાં અંદાજિત રૂપિયા 20 કરોડ રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન વોલ ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવશે.

કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઉદવાડા ગામને દત્તક લીધા બાદ ગામમાં 7 કરોડ રૂપિયાથી વધુના વિકાસના કાર્યો થયા

કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઉદવાડા ગામને દત્તક લીધા બાદ ઉદવાડા ગામમાં પ્રાથમિક સુવિધાઓના 7 કરોડ રૂપિયાથી વધુનાં કામો કરવામાં આવ્યા હોવાનું રાજુભાઈએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગામમાં 400 જેટલી સ્ટ્રિટ લાઈટ મૂકવામાં આવી છે. તેમ જ 80 ટકાથી વધુ ઘરોના આંગણે પેવર બ્લોકમાં કામો પૂર્ણ થયા છે. જ્યારે પ્રાથમિક શાળામાં ડાઈનિંગ હોલનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. તેમ જ ગ્રામના નજીકમાં આવેલા તળાવનું બ્યુટિફિકેશનનું કાર્ય પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આથી અહીં આવનારા લોકો વહેલી સવારે કે સાંજે મોર્નિંગ વોક કરી શકે.

આ પણ વાંચો-Samras Gram Panchayat Gathaman : બનાસકાંઠાનું અનોખું સમરસ ગામ, જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા પણ ઉદાહરણરુપ

ઉદવાડાને હેરિટેજ અને અર્બન ડેવલપમેન્ટ તરીકે વિકસાવવા માટે પણ સરકારે મંજૂરી આપી

પારસીઓનું પવિત્ર ધર્મ સ્થાન આવેલું હોવાને લઈને ઉદવાડા ગામને હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ અર્બન ડેવલપમેન્ટ તરીકે તેનો વિકાસ કાર્ય કરવા માટે પણ સરકારે જાહેરાત કરી છે. આ માટે વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે અને જેના ચેરમેન તરીકે ગામના સરપંચ મેં પદ આપવામાં આવ્યું છે. આથી આગામી દિવસમાં ઉદવાડા ગામનો મહત્ત્વનો વિકાસ હશે. આમ, પાછલા વર્ષોમાં ગામના સતત વિકાસ કાર્યોમાં ભાગ ભજવનારા તેમ જ લોકોની સમસ્યાઓને પણ સાંભળીને તેમના પ્રશ્નો નિકાલ કરનારા ધર્મેન્દ્ર ડાહ્યાભાઈ પટેલ ઉર્ફે રાજુ ભાઈને ઉદવાડા ગામના (Udvada Gram Panchayat declared Samaras) લોકોએ ઈલેક્શન નહીં પરંતુ સિલેક્શન કરીને ગામને સરસ બનાવ્યું છે.

Last Updated : Dec 7, 2021, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details