જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે કહ્યું હતું કે, હુંરાજનીતિ વિશે વધુ ઊંડા ઉતરતા નથી, પરંતુ નરેન્દ્ર મોદીએ વિશ્વમાં મોટું નામ છે અને તેઓ ભારતના વડાપ્રધાન છે.હું તેમનું ઘણું સન્માન કરું છે.
મેક ડીના રોનાલ્ડ મેક ડોનાલ્ડ વલસાડમાં, કહ્યું- PM મોદી વિશ્વનું જાણીતું નામ - valsad
વલસાડઃ સમગ્ર વિશ્વમાં જાણીતી બનેલી ફાસ્ટફૂડ ચેઇન રેસ્ટોરન્ટ મેકડોનાલ્ડનું નામ તો આપે સાંભળ્યું હશે. તેની બહાર બેસાડવામાં આવતા મેકડોનાલ્ડ ક્લોન જેની સાથે બેસીને લોકો સેલ્ફી ખેંચાવતા હોય છે તે ક્લોન રોનાલ્ડ મેકડોનાલ્ડ આજે વલસાડના પારડી ખાતે આવેલી એક ખાનગી સ્કૂલની મુલાકાત લીધી હતી.
વલસાડ જિલ્લાની નજીકમાં આવેલી પારડી ખાતેની વલ્લભ આશ્રમ ડે બોર્ડિંગ સ્કૂલના એક વિશેષ કાર્યક્રમમાંક્લોન રોનાલ્ડ મેકડોનાલ્ડે હાજરી આપી હતી. અમેરિકાના વોશિંગટન ડી.સીથી આવેલા રોનાલ્ડ મેક ડોનાલ્ડે બાળકોનું મનોરંજન કર્યું હતું. તો આ સાથે એકતા તેમજ અખંડદિતતાનો મેસેજ પણ આપ્યો હતો.રોનાલ્ડ મેકડોનાલ્ડેસ્વાસ્થ્ય,આરોગ્ય અને ખુશી અંગેના મેસેજ પણ આપ્યોહતો.
બાળકો માટે તેમને એક વિશેષ મેજીક શો નું આયોજન કર્યું હતું. જેમાં સ્કૂલના નાના ભૂલકાઓએ આનંદ લીધો હતો. આ કાર્યક્રમ દરમ્યાન સ્કૂલના આચાર્ય, શિક્ષકો, સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.