વલસાડ નર્મદા તાપી પાર રિવર લિંક વિવાદ ( Issue of Narmada Tapi Par River Link ) , ગોલ્ડન કોરિડોર પ્રોજેકટ જેવા અનેક પ્રોજેકટને લઈને જમીન સંપાદનમાં આદિવાસી સમાજ લોકોની જમીન જવાના અને વિસ્થાપિત થવાનો ડર છે.જેને લઈને નર્મદા તાપી પાર રિવર લિંક વિરોધ કરવામાં આવે છે.આજે આદિવાસી દ્વારા ડેમ હટાવો સંઘર્ષ સમિતિ ( Rally of Dam Hatao Sangharsh Samiti in Valsad ) આદિવાસી એકતા પરિષદ તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ( Vansda Mal Anant Patel ) ની આગેવાનીમાં વલસાડ ખાતે રેલી યોજવામાં આવી હતી. રાષ્ટ્રપતિને સંબોધી કલેકટરને આવેદનપત્ર અપાયું અને ડેમ બાબતે શ્વેતપત્ર બહાર પાડવાની માંગ કરાઈ.
તળપદી વારલી બોલીમાં સૂત્રોચ્ચારધરમપુર વાંસદા પારડી ઉમરગામ સહિત અનેક તાલુકાના વિવિધ ગામોમાં વાહનો ભરી ભરીને આદિવાસી સમાજનો જનસમૂહ આજે માર્ગમાં ઉતરી રેલીમાં જોડાયો હતો. તેમની જ તળપદી વારલી બોલીમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતાં. જેમાં ડેમ વાળા લા કરું કાય, ખાલ ડોકિ વર પાય એટલે કે ડેમવાળાનું કરીયે શું નીચે માથુંને ઉપર પગ જેવા અર્થ સાથેના સૂત્રોચ્ચાર રેલીમાં પોકારાયા હતાં. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ( Vansda Mal Anant Patel ) અને ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની આગેવાનીમાં રેલી વલસાડ ખાતેથી નીકળી હતી. જેમાં પ્રથમ પ્રકૃતિ પૂજા કરાઈ હતી. જે બાદ બાબાસાહેબની પ્રતિમાને હાર પહેરાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.