વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ મહેર કરી છે. જ્યારે આજુ-બાજુના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થતા ખેડૂતો ખુશ થયા હતા. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારના હિલ વિસ્તારમાં વરસાદ પડતાં જ વનરાજી નવપલ્લીત થઈ છે અને કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.
વલસાડમાં મેધરાજાની મેધ મહેર, બે કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો
By
Published : Jul 6, 2020, 11:14 AM IST
વલસાડઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા એ મહેર કરી છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ડાંગરનો પાક લેતા ખેડૂતો મેઘ મહેરથી ગેલમાં આવી ગયાં છે. રવિવારના રોજ સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં 17 ઇંચ વરસાદ નોંધાયો હતો, તો સોમવારે સવારે 6થી 8 બે કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
વલસાડમાં મેધરાજાની મેધ મહેર, બે કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો
વલસાડ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ?
કપરાડા 13 મીમી
વાપીમાં 11 મીમી
ઉમરગામ 7 મીમી
મહત્વનું છે કે, કપરાડા અને ધરમપુર વિસ્તાર ચેરાપૂંજી તરીકે ઓળખવામાં આવે છે. અહીં 100 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાય છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારના હિલ વિસ્તારમાં વરસાદ પડતાં જ વનરાજી નવપલ્લીત થઈ છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સોરો વરસાદ થતાની સાથે જ વનરાજી મ્હોંરી છે અને કુદરતનું સૌંદર્ય વરસાદ થતાં નવપલ્લીત થયું છે.