લોકડાઉન: વાપી પોલીસની જાહેર સૂચના, "પછી કહેતા નહીં કે..."
કોરોના વાઈરસના પ્રકોપ સામે દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન જાહેર કરાયું છે. આ વખતે પોલીસ પણ સખ્તાઈથી લોકોને તેનું પાલન કરાવવા માગે છે. આ માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપીમાં પોલીસ વાહન સાથે દરેક સોસાયટીમાં લોકડાઉનની જાહેર સૂચનાનું એનાઉન્સમેન્ટ કરાયુ હતું. પોલીસે જાહેર સૂચનમાં તાકીદ કરી હતી કે, કોઈપણ વ્યક્તિ વગર કામે વાહન લઈને બહાર નીકળશે તો વાહન ડિટેઇન થશે. પછી કહેતા નહીં કે, સાહેબ મારે આ કામ હતું.
લોકડાઉન: વાપી પોલીસની જાહેર સૂચના
વાપીઃ ટાઉન વિસ્તારમાં વાપી પોલીસ મથક દ્વારા દરેક સોસાયટી, શેરીઓ અને જાહેર માર્ગ પર લોકડાઉનના બીજા તબક્કાના કડક જાહેરનામાની જાહેરાત કરી હતી. વાપી ટાઉન પોલીસ મથકના કર્મચારીઓએ ગુરુવારે રાત્રે શહેરની વિવિધ સોસાયટીમાં જઇ માઇક દ્વારા એલાન કર્યું હતું કે, શહેર-સોસાયટીના કોઈપણ વ્યક્તિ વગર પરમિશને વાહન લઈને જાહેર માર્ગ પર ફરતો જોવા મળશે તો તેનું વાહન ડિટેઇન કરી કાર્યવાહી કરવામાં આવશે.