ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં જાહેર આરોગ્ય વિભાગના ડૉ. પરેશ દવેની રિવ્યુ બેઠક - Valsad Civil Hospital

વલસાડઃ આરોગ્ય વિભાગના અધિક નિયામક ડૉ. પરેશ દવે આજે વલસાડ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. તેમણે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સરકારના આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓની કામગીરી અંગે જાણકરી તેમજ રીવ્યુ મેળવ્યા હતા.

વલસાડમાં આરોગ્ય વિભાગની રિવ્યુ બેઠક યોજાઈ

By

Published : Apr 30, 2019, 5:02 PM IST

જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામક શ્રી ડૉક્ટર પરેશ દવે આજે વલસાડ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. પરેશ દવે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક વિશેષ રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં આરબીએસકે પ્રોગ્રામ દ્વારા થતી કામગીરીઓ અંગે વિશેષ ચર્ચાઓ અને રીવ્યુ લીધા હતા. સાથે જ વલસાડ જિલ્લામાં રૂરલ હેલ્થ મેલેરિયા ટી.બી. આરબીએસકે નેશનલ હેલ્થ મિશન વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ દ્વારા જિલ્લામાં થયેલી કામગીરીની માહીતીઓ જોઈ વિશેષ ચર્ચાઓ કરી હતી.જરુરી જણાય ત્યાં અધિકારીઓને વિશેષ સુચનો પણ કર્યા હતા. બેઠક બાદ તેમણએ વલસાડ સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગની મુલાકાત લઈ વિશ્લેષણ પણ કર્યુ હતુ.

ડૉ. પરેશ દવેએ રિવ્યુ બેઠક યોજી

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પાછલા કેટલાક સમયમાં સરકારી યોજના અંગે કરવામાં આવેલી વિશેષ કામગીરીઓ કરવામાં આવી છે તેથી જ તેના વિશેષ નેતાઓની જાણકારી માટે અધિક નિયામકની અધ્યક્ષતામાં વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details