ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડી વેપારી મંડળના પ્રમુખ રાજેશભાઈનું અવસાન થતાં વેપારીઓએ શોક વ્યક્ત કર્યો - વાપીના સમાચાર

પારડી શહેરના જાણીતા વેપારી મંડળના પ્રમુખ રાજેશ રાજ હોય જેમના કોરોના ના લક્ષણો જણાતા વાપીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમનું આજરોજ દુઃખદ અવસાન થતા વેપારી આલમમાં સોકની લાગણી પ્રવર્તી છે તેમના નિધન બાદ વેપારી મંડળ દ્વારા સ્વૈચ્છિક રીતે બજારની તમામ દુકાનો વેપારીઓએ બંધ રાખી શોક વ્યક્ત કર્યો હતો.

પારડી વેપારી મંડળના પ્રમુખ રાજેશભાઈનું અવસાન થતાં વેપારીઓએ શોક વ્યક્ત કર્યો
પારડી વેપારી મંડળના પ્રમુખ રાજેશભાઈનું અવસાન થતાં વેપારીઓએ શોક વ્યક્ત કર્યો

By

Published : Mar 15, 2021, 8:17 PM IST

  • રાજેશભાઈ પારડી વેપારી મંડળના પ્રમુખ હતા
  • તેમનું કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું હતુ
  • રાજેશભાઈ ભજપ શહેર સંગઠનના ઉપ પ્રમુખ રહી ચૂક્યા હતા

વલસાડઃ પારડીના વેપારી મંડળના પ્રમુખ રાજેશભાઈમાં છેલ્લા ઘણાં દિવસથી કોરોનાના લક્ષણો જણાતા તેમને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી સાંજે સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થતાં પારડી પંથકના વેપારીઓમાં શોકની લાગણી પ્રવર્તી હતી.

વેપારી મંડળ દ્વારા સ્વૈચ્છિક રીતે બજારની તમામ દુકાનો વેપારીઓએ બંધ રાખી

આ પણ વાંચોઃવડોદરામાં કોરોનાનો વ્યાપ વધતા છેલ્લા સપ્તાહમાં કૉવિડ બેડની સંખ્યા 400 વધારાઈ

રાજેશભાઈ રાજભોઈ અનેક હોદ્દાઓ સાથે સંકળાયેલા હતા

વેપારી મંડળના પ્રમુખ, કહાર સમાજના પ્રમુખ તેમજ ભાજપ શહેર સંગઠનના ઉપ પ્રમુખ તરીકે છેલ્લા કેટલાક સમયથી કામગીરી બજાવી રહ્યાં હતા. કોરોના સમયે લાગેલા લોકડાઉનમાં તેમણે વેપારી મંડળના સભ્યો સાથે મળી અનેક સામાજીક પ્રવૃત્તિઓની કરી હતી. તેઓ વેપારીઓના દરેક પ્રશ્નો, દરેક સ્થળે યોગ્ય રીતે રજૂ કરવામાં સફળ રહ્યા હતા. તેમના નિધનથી વેપારી મંડળે એક યોગ્ય નેતૃત્વ ગુમાવ્યું છે.

પારડી વેપારી મંડળના પ્રમુખ રાજેશભાઈનું અવસાન થતાં વેપારીઓએ શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચોઃઅમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી વધારો

વેપારી મંડળના તમામ વેપારીઓએ સવારથી દુકાનો બંધ રાખી શોક વ્યક્ત કર્યો

વેપારી મંડળના પ્રમુખ રાજેશભાઈના દુઃખદ અવસાનને પગલે વેપારીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી. જેને પગલે સોમવારે વહેલી સવારથી પારડીમાં મોટા ભાગના વેપારીઓએ દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રાખી શોક વ્યક્ત કર્યો હતો.

લોકોએ હજુ પણ તકેદારી રાખવી જરૂરી

મહત્વનું છે કે એક તરફ જ્યાં કોરોનાની રસી માર્કેટમાં આવી ચૂકી છે ત્યારે લોકોને કોરોનાનો કોઈ ભય રહ્યો નથી તેવું જણાઈ રહ્યું છે. લોકોએ હજુ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક તેમજ સેનીટાઇઝરનો ઉપયોગ કરવાની સખત જરૂર છે. પારડીના વેપારી મંડળના પ્રમુખ પણ કોરોનાના લક્ષણ જણાતા હોસ્પિટલમાં દાખલ થયા હતા. જે બાદ તેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. જેને લઇને વેપારીઓ પણ હવે તકેદારી રાખવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details