પારસીઓનું પવિત્ર અગ્નિ એટલે આતશ બહેરામ અમે તેમનુ પવિત્ર સ્થાન એટલે ઉદવાડા ગામ જ્યાં સમગ્ર વિશ્વમાંથી પારસી સમાજના લોકો અહીં તેમના પવિત્ર અગ્નિના દર્શનાર્થે આવે છે અને ગુજરાત ટુરિઝમ દ્વારા આ ધાર્મિક સ્થળને વિકસાવવામાં માટેની કામગીરી પણ ચાલી રહી છે, ત્યારે પારસી સમાજના નવયુવાનો તેમની સંસ્કૃતિને ઓળખી શકે અને પારસી કોમ માટેની વિશેષતાઓની જાણકારી મળી રહે તે માટે છેલ્લા બે વર્ષથી ઉદવાડા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
પારસીઓના પવિત્ર ધર્મ સ્થળ ઉદવાડામાં મહોત્સવની તૈયારીનો ધમધમાટ શરૂ ઉદવાડામાં મહોત્સવની તૈયારી આ કાર્યક્રમને અનુલક્ષીને આ વર્ષે પણ ઉદવાડા મહોત્સવનું આયોજન આગામી તારીખ 27, 28 અને 29 ડિસેમ્બરના રોજ આયોજીત કરવામાં આવશે જેમાં પ્રથમ દિવસે એટલે કે 27 ડિસેમ્બરના રોજ મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે.
મહત્વનું છે કે, આ વખતે સૌથી મોટું આકર્ષણ યુવાનો માટે ફૂટબોલ અને વોલીબોલની મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પારસી કોમના તમામ યુવાનો સહિત ઉદવાડા ગામના સ્થાનિકોની ટીમો પણ ભાગ લેશે તો આ સાથે જ આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જેના માટે બત્રીસો સ્ક્વેર મીટરમાં જર્મન હેંગર દ્વારા બનેલ બનાવવામાં આવ્યો છે. જેમાં 2200 જેટલી ખુરશીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમજ આઠમની બાજુમાં કાર્યક્રમમાં આવનારા લોકો પારસી સમાજના રીતરિવાજો તેમની રીત બાદ તેમની સંસ્કૃતિ નિહાળી શકે તે માટે એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને જે માટે એક અલગ ડોમ 48 બાય 164 ફૂટનો બનાવવામાં આવ્યો છે. આ ડોમમાં કુલ ૨૫ જેટલા સ્ટોલ લગાવવામાં આવશે તો આ સાથે જ તારીખ 28 ડિસેમ્બરના રોજ પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા ખાસ ઉપસ્થિત રહેશે તેમજ ઉદવાડા મહોત્સવના સમાપન સમારોહ તારીખ 29 ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી પણ હાજરી આપશે.
ત્રણ દિવસીય યોજાનારા આ કાર્યક્રમમાં માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરમાંથી પણ મોટી સંખ્યામાં પારસી સમાજના લોકો હાજરી આપશે અને તે માટે હાલ ઉદવાડા ગામમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. છેલ્લા ચાર દિવસથી અહીં ડોમ બનાવવાની કામગીરી તેમજ ફૂટબોલ અને વોલીબોલ માટે વિશેષ ગ્રાઉન્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તો સાથે સાથે ઉદવાડા ગામની ગલીઓમાં બનેલી વિવિધ દિવાલો ઉપર ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા કેટલાક સૂત્રોને સાર્થક કરતા ભીતચિત્રો પણ બનાવવામાં આવી રહ્યા છે.