વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે પોલીસે સઘન વોચ હાથ ધરી હતી. આ દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે ધોબી તળાવ વિસ્તારમાં રહેતી એક મહિલા વનિતા બેન ઉર્ફે વાઈફ ઓફ લાસર બાબુ ઘડિયાળી ઉર્ફે સેટિયારના નિવાસ્થાને એસઓજી પીઆઇ બારીયા અને તેમની ટીમે રેડ પાડી 616 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત 6160 છે. જેને પોલીસે કબજે કરી હતી. આ સમગ્ર કેસની વધુ તપાસ માટે આ કેસને વલસાડ સીટી પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવી હતી.
વલસાડના ધોબી તળાવમાં પોલીસે રેડ પાડી 616 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો
વલસાડ: શહેરના ધોબી તળાવ વિસ્તારમાં સ્પેશયલ ઓપરેશન ગ્રૂપને મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે રેડ કરતા એક મહિલાના ઘરે થી 616 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. જેની સાથે 33,000 રોકડ રકમ પોલીસે કબજે લીધી હતી.
valsad
નોંધનીય છે કે, ભૂતકાળમાં પણ આજ ઘરે થી પોલીસે ગાંજાનો મોટો જથ્થો પકડ્યો હતો. તેમ છતાં પણ ફરીથી આજ સ્થળે ગાંજાનું વેચાણ કેવી રીતે થતું હતું. એ એક તપાસનો વિષય બન્યો છે પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.