- સંજાણ વિસ્તારમાં મોટાપાયે થાય છે ગૌવંશ તસ્કરી
- પોલીસે ગાય તસ્કરી કરતાં શખ્સની કરી ધરપકડ
- ઉમરગામ પોલીસે કાર્યવાહી હાથ ધરી
વલસાડ: જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ વાહનોમાં તસ્કરોની ટોળકી આવી ગાયોને ઇન્જેક્શન અથવા નશીલા પદાર્થ ભેળવેલો ચારો ખવડાવી બેભાન કરી વાહનોમાં ભરી લઈ જવાની ઘટનાઓ બનતી આવી છે. અનેકવાર તેના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા છે.
ગૌવંશ તસ્કરીમાં અગાઉ પણ થઈ ચૂકી છે ધરપકડ
ગૌવંશ તસ્કરીના મામલાનો ઉમરગામ પોલીસે પર્દાફાશ કર્યો હતો. જે અંગે ઉમરગામ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ બાતમીના આધારે સંજાણ બંદરે રહેતા ઉમેશ અબ્દુલ અઝીઝ શેખ તેના ટેમ્પામાં ભીલાડ તરફથી એક 2 વર્ષની ગાય ભરી લાવવાનો છે અને ગાયનું કટીંગ કરે છે તથા અગાઉ પણ 2016ની સાલમાં આવા પ્રકારના ગુનામાં પકડાયો હતો. એવી બાતમી આધારે સંજાણ બાઈપાસ ઉપર એક ટેમ્પોનો પીછો કરી ટેમ્પા સહિત ઉમેશ અબ્દુલ અઝીઝ શૈખને પકડી લીધો હતો.
આ પણ વાંચો:મહેસાણાનાં મંડાલી ગામેથી પોલીસે 47 ભેંસોને કતલખાને જતા બચાવી, 5 કસાઈઓની ધરપકડ
ઉમેશ અબ્દુલ અઝીઝ શૈખની ધરપકડ અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા
પોલીસના પૂછપરછ દરમિયાન શખ્સ બે વર્ષની ગાયને કટીંગ કરવા લાવેલો હતો અને તે ખુદ ગાયો લાવી કાપે છે તથા તેની સાથે બસીમ ગની અને રમજાન બાઠીયો ત્રણેય મળી ગાયો કાપતાં હોવાનું જણાવ્યું હતું. ઉમરગામ પોલીસે 1.50 લાખનો ટેમ્પો, એક ગાય મળી કુલ 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વેટરનેરી ડોક્ટરનું જરૂરી પ્રમાણપત્ર વગર ગાયને કટીંગ અર્થે લઈ આવતાનો ગુનો કરતાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ,પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ, પશુ સંરક્ષણ અધિનિયમ, પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ મુજબ ઉમેશ અબ્દુલ અઝીઝ શૈખની ધરપકડ કરી અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસ સતર્કતા દાખવે: જીવદયા પ્રેમીઓની માંગ
વલસાડ જિલ્લાના સંજાણ વિસ્તારમાં વર્ષોથી ગાય તસ્કરી અને તેના માંસનો વેપલો ફુલ્યો ફાલ્યો છે. અનેક કસાઈઓ આ માટે પોલીસના હાથે ઝડપાઇ ચુક્યા છે. ત્યારે ફરી એકવાર જો પોલીસ આ અંગે સતર્કતા દાખવે તો અનેક પશુઓને મોતને હવાલે થતા બચાવી શકાય તેવી જીવદયા પ્રેમીઓની માંગ છે.
ગૌવંશ તસ્કરી કરનાર સંજાણના શખ્સની કરી ધરપકડ