વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામે રહેતા પરપ્રાંતીય ઈસમે સરકાર અને મીડિયા સામે ટિપ્પણી કરતો ઉશ્કેરણીજનક વીડિયો બનાવી તેને વાયરલ કર્યો હતો.
વલસાડના ફણસા ગામમાં એક ઇસમે ઉશ્કેરણીજનક વીડિયો કર્યો વાઇરલ, પોલીસે કરી ધરપકડ - fansa gam
વલસાડ જિલ્લામાં લોકડાઉનનુ જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે આવા સમયમાં ફણસા ગામમાં રહેતા એક પરપ્રાંતીય યુવાને સરકાર અને મીડિયા પર ટિપ્પણી કરતો વીડિયો બનાવી વાઇરલ કરતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જે અંગે મરીન પોલીસે લાલા અહમદ નામક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદ મુજબ ઉમરગામ તાલુકાના મરીન પોલીસ મથકની હદમાં આવતા ફણસા ગામે મૂળ ઉસ્માનાબાદ મહારાષ્ટ્રનો તેમજ હાલ ફણસા ગામે રહેતો લાલા અહમદ ખાદરી નામક વ્યક્તિએ દક્ષિણ ભારતના નેતાના પરિવાર દ્વારા તેમના સંતાનોના લગ્ન કરવામાં આવ્યા હતા.જેમાં હજારો લોકોએ હાજરી આપી હતી. તે બાબતને ટાંકી મીડિયા અને સરકારી નેતાઓ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી વાયરલ કર્યો હતો.
આ વીડિયો સ્થાનિક ગ્રામજનો સુધી પહોંચતા સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા. બનાવની જાણ મરીન પોલીસને થતાં પોલીસે લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી ફરતા લાલા અહમદ ખાદરી સમક્ષ 154 મુજબ ગુનો નોંધી આગળની કાર્યાવહી હાથ ધરી છે.