વલસાડ-વાપીમાં પેટ્રોલ 3 રૂપિયા 5 પૈસાના વધારા સાથે 72.88 રૂપિયા પ્રતિ લીટર રહ્યું હતું. જ્યારે ડીઝલ 1 રૂપિયો 16 પૈસાના વધારા સાથે 69.96 રૂપિયા પ્રતિ લિટર રહ્યું છે. તો આ તરફ સંઘપ્રદેશ દમણ દિવમાં પેટ્રોલ 5 પૈસાના ઘટાડા સાથે 73.47 રૂપિયા પ્રતિ લીટર સાથે વાપી-વલસાડથી 0.59 પૈસા મોંઘુ જ્યારે ડીઝલ 67.61 રૂપિયા પ્રતિ લીટર સાથે 2.35 પૈસા સસ્તું બન્યું હતું.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 5 પૈસાના વધારા સાથે પેટ્રોલ 73.07 રૂપિયા પ્રતિ લિટર રહ્યું હતું. જે વલસાડ વાપીથી 0.19 પૈસા મોંઘુ બન્યું છે. ડીઝલ 9 પૈસાના વધારા સાથે 67.23 રૂપિયા પ્રતિ લિટર રહેતા વાપી વલસાડથી 2.73 પૈસા સસ્તુ રહ્યું હતું. દમણ-દીવ કરતા દાદરા નગર હવેલીમાં પેટ્રોલ 40 પૈસા સસ્તુ છે. ડીઝલ પ્રતિ લિટર 38 પૈસા સસ્તું છે. ટૂંકમાં વાપી-વલસાડ અને દમણની તુલનાએ દાદરા નગર હવેલીમાં ડીઝલ સસ્તુ છે. તો સંઘપ્રદેશ દમણ-દાદરા નગર હવેલીની તુલનામાં પેટ્રોલ અને ડીઝલ બને દાદરા નગર હવેલીમાં સસ્તા છે.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં વર્ષોથી કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ટેક્સમાં રાહત અપાતા પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયાથી લઇને 5 રૂપિયા સુધી ગુજરાતના શહેરો કરતા સસ્તું મળતું હતું. જેને કારણે કેન્દ્રશાસિત પ્રદેશના જ નહી પરંતુ વલસાડ જિલ્લાના અને અન્ય રાજ્યોમાંથી કેન્દ્રશાસિત પ્રદેશમાં આવતા વાહનચાલકો દમણ-દાદરા નગર હવેલીના પેટ્રોલપંપ પર બે પૈસા બચાવવાની આશામાં પેટ્રોલ કે ડીઝલ જરૂર પુરાવતા હતાં.