વલસાડઃ જિલ્લામાં ધરમપુર તાલુકાના બોપી અને મોળાઆંબા ગામની વચ્ચેથી વહેતી તાનનદી ઉપર બનેલો વર્ષો જૂનો લો લેવલ બ્રિજ દર ચોમાસે સામાન્ય વરસાદ આવે તો પણ વરસાદી પાણીમાં ડૂબી જતો હોય છે, જેથી લોકોને બ્રિજ પરથી પસાર થવામાં મુશ્કેલી પડે છે.
ધરમપુરના બોપી અને મોળાઆંબા ગામને જોડતો લો લેવલ બ્રિજ ચોમાસામાં ડૂબી જતાં લોકોને પડે છે મુશ્કેલી મોળા આંબા ગામે દૂધ મંડળી આવેલી હોય અનેક લોકો સવાર સાંજ દૂધ ભરવા માટે આ બ્રિજ પાર કરીને જાય છે, તેમજ આ માર્ગ આગળ જતાં નવસારી જિલ્લાને જોડે છે. જેથી અનેક શિક્ષકો પણ આ માર્ગનો ઉપયોગ કરીને રોજિંદા પોતાની નોકરી ઉપર અવરજવર કરે છે. ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ આવે તો પણ નદીમાં આવતા પાણીને કારણે નદીનો આ નીચાણવાળો બ્રિજ વરસાદી પાણીમાં ડૂબી જતાં આવન જાવન બંધ થઈ જાય છે અને ચોમાસા દરમિયાન લોકોને ખૂબ મુશ્કેલી સહન કરવી પડે છે.
ધરમપુરના બોપી અને મોળાઆંબા ગામને જોડતો લો લેવલ બ્રિજ ચોમાસામાં ડૂબી જતાં લોકોને પડે છે મુશ્કેલી આ સમસ્યા અંગે બ્રિજને ઊંચો બનાવવા માટે અનેક વાર રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છંતા આજ દિન સુધી આ સમસ્યાનું હલ થયું નથી. આજે પણ ચોમાસા દરમિયાન લોકોની સ્થિતિ ખૂબ દયનિય બની જતી હોય છે.
નોંધનીય છે કે, તાન નદીમાં મોટો બ્રિજ બનાવવામાં આવે તો અહીંથી નવસારી જનારા અનેક લોકોને સીધો ફાયદો થાય એમ છે, એટલું જ નહી ચોમાસા દરમિયાન લોકોને બ્રિજ ઉપર પાણી ફરી વળતા 20 કિ.મી ચકરાવો કાપીને જવાની ફરજ પડે છે, તેમાંથી પણ છૂટકારો મળે એમ છે.