- રૂપિયા દોઢ સો કરોડના ખર્ચે પારનેરા ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે
- વલસાડ-ડાંગ સાંસદ ડૉક્ટર કે સી પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
- પારનેરા ડુંગર સાથે અનેક લોકોની આસ્થા છે જોડાયેલી
વલસાડઃજિલ્લાની ઓળખણ સમાન એવા પારનેરા ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રવાસન વિભાગ દ્વારા અંદાજીત રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ નક્કી કરવામાં આવી છે ત્યારે આજે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. વલસાડ અને ડાંગ જિલ્લાના સાંસદ ડૉક્ટર કે સી પટેલ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાા આવ્યું હતી પાનેરા ડુંગર પર અંબિકા ચંડિકા અને મહાકાળી આમ ત્રણ માતાના સ્થાન આવેલા છે. જેને લઇને લોકોમાં ધાર્મિક આસ્થા ખૂબ જ જોવા મળે છે, ત્યારે પારનેરા ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે ખાતમુહૂર્ત થતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
પારનેરા ડુંગરની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી
વલસાડ જિલ્લાની ઓળખ સમાન અને ધાર્મિક આસ્થા ધરાવતા એવા વલસાડ નજીક આવેલા પારનેરા ડુંગર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. નવરાત્રી દરમિયાન મેળો ભરાય છે, ત્યારે આ ધાર્મિક સ્થાને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા અનેક રજૂઆતો કરાઈ હતી. જે કંઈક તેની રજૂઆતને ન્યાય મળ્યો છે અને સરકાર દ્વારા પારનેરા ડુંગરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે દોઢસો કરોડ જેટલી ગ્રાન્ટ મંજૂર કરાઇ છે. જેનું ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી.જેમાં ડાંગના સાંસદ ડૉક્ટર કે. સી. પટેલ, ધારાસભ્ય કનુભાઇ દેસાઇ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત વલસાડ જિલ્લા કલેકટર દ્વારા આજે પાનેરા ડુંગરના તળેટીમાં આવેલા પ્રથમ પગથિયે બેસી વિધિવત રીતે પૂજન કર્યા બાદ શ્રીફળ વધેરીને ખાતમુહૂર્ત નો પ્રારંભ કરાયો હતો.