- સારણથી ઉદવાડા જતા માર્ગ પર પૂર્વ બાતમીને આધારે એમ્બ્યુલન્સમાં દારૂ ઝડપાયો
- દમણના સાંસદ વિકાસ ફંડમાંથી લેવાયેલી એમ્બ્યુલન્સમાં 12,000નો દારૂ ઝડપાયો
- ઉદવાડા સારણ માર્ગ પર વોચ દરમિયાન એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી ઝડપાઇ
પારડી પોલીસે એમ્બ્યુલન્સમાં લઇ જવાતો 12 હજારનો દારૂ સારણ રોડથી ઝડપ્યો
વલસાડઃપારડી પોલીસ મથકના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા, ત્યારે દમણથી એક એમ્બ્યુલન્સ દારૂનો જથ્થો ભરી નીકળી હોવાની બાતમીને આધારે, તેમણે સારણથી ઉદવાડા જતા માર્ગ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી એમ્બ્યુલન્સ DD-03-P-0109 નંબરની એમ્બ્યુલન્સ આવતાં પોલીસે અટકાવી હતી.
પારડી પોલીસે એમ્બ્યુલન્સમાં લઇ જવાતો 12 હજારનો દારૂ સારણ રોડથી ઝડપ્યો આ પણ વાંચોઃવલસાડ પોલીસ દ્વારા વિવિધ ગુનામાં પકડેલા રૂ. 3 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાય
સરકારી એમ્બ્યુલન્સમાં 120 બોટલ મળી આવી
આ એમ્બ્યુલન્સની તપાસ કરતા એમ્બ્યુલન્સના પાછળના ભાગે થેલામાં દારૂની 120 જેટલી બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 12,000 છે, એમ્બ્યુલન્સ ચાલક ઓરવાડના રહેવાસી નિખિલ ઉર્ફે નીરવ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
પારડી પોલીસે એમ્બ્યુલન્સમાં લઇ જવાતો 12 હજારનો દારૂ સારણ રોડથી ઝડપ્યો સાંસદ સભ્ય સ્થાનિક વિકાસ ફંડમાથી આ વાહન ફાળવવામાં આવ્યું છે
આ એમ્બ્યુલન્સ પર ગવર્મેન્ટ હોસ્પિટલ દમણ લખ્યું છે, તેમજ સાંસદ સભ્ય સ્થાનિક વિકાસ ફંડમાંથી આ વાહન ફાળવવામાં આવ્યું છે. જેને લઇ આ એમ્બ્યુલન્સ સરકારી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને લાગી રહ્યું છે. આ વિષયે ઝડપાયેલા આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃવાપીમાં વિદ્યાર્થીઓ ચડયા દારૂના રવાડે, પોલીસે 2 અલગ બનાવમાં 21.50 લાખનો દારૂ કર્યો જપ્ત
દમણથી ગુજરાતમાં કેટલીવાર એમ્બ્યુલન્સ આ રીતે ફરી છે, તે અંગે તપાસ શરૂ
SP રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, એમ્બ્યુલન્સનો આ રીતે દુરુપયોગ કેટલી વાર થયો છે, ક્યારે અને કેટલીવાર એમ્બ્યુલન્સ અહીંથી આવન જાવન થઈ છે. તે અંગે CCTV સહિતની મદદ લઇ તપાસનો દોર શરૂ કરાયો છે. આમ પારડી પોલીસે કોરોનાકાળમાં દર્દીને સારવાર અર્થે લઈ જવા માટે સંજીવની માનવામાં આવતી એમ્બ્યુલન્સમાંથી 12,000નો દારૂનો જથ્થો સાથે એક શખ્સની ધરપકડ કરી છે.