વાપી: ખોડલધામ કાગવડ (kagvad khodaldham mandir) ખાતે આગામી 21મી જાન્યુઆરી 2022ના ભવ્ય પંચમ પાટોત્સવ કાર્યક્રમ (Pancham Patotsav 2022)નું આયોજન કરવામાં આવશે, જેનું આમંત્રણ પાઠવવાખોડલધામના ચેરમેન નરેશ પટેલ (naresh patel khodaldham chairman) વાપી આવ્યા હતા. વાપીમાં નરેશ પટેલનું DJના તાલે ફટાકડા ફોડી રેલી સ્વરૂપે ઉપસ્થિત સમાજના લોકો (vapi patel community)એ ભવ્ય સ્વાગત કર્યું હતું. જો કે આ કાર્યક્રમ દરમિયાન કોરોના ગાઈડલાઈન (corona guidelines gujarat)ના ધજાગરા ઊડતા પણ જોવા મળ્યા હતા.
રાજકારણમાં સારા લોકોને સાથ આપવા અનુરોધ કર્યો
પંચમ પાટોત્સવમાં સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે તેવું નરેશ પટેલે જણાવ્યું હતું. ખોડલધામ સમિતિ વાપી-વલસાડ (khodaldham committee vapi-valsada) દ્વારા વાપીમાં લેઉઆ પટેલ સમાજ વાપી (Leuva Patel Samaj, Vapi) ખાતે કાગવડ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેશ પટેલે રાજકારણમાં સારા લોકોને સાથ આપવા અનુરોધ કર્યો હતો. તેમજ સમાજના વાદ-વિવાદનું સમાધાન પરિવારમાં જ નિપટાવવા અપીલ કરી હતી.
DJ-બેન્ડવાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું
આગામી 21મી જાન્યુઆરી 2022ના કાગવડ ખોડલધામના 5 વર્ષ પૂર્ણ થતાં હોઇ ભવ્ય પંચમ પાટોત્સવની ઉજવણી કરવાનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. વાપીમાં નરેશ પટેલનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ નરેશ પટેલનું DJ-બેન્ડવાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોએ ફૂલહાર કરીને તો નાની બાળકીઓએ સ્વાગત નૃત્ય કરી તેમજ ખોડિયાર માતાજીના સ્વરૂપમાં કુમકુમ તિલક કરીને આવકાર આપ્યો હતો. નરેશ પટેલે તેમની સામે પણ અનેક વાવાઝોડા આવ્યા બાદ પણ પોતે અડીખમ છે તેવો કટાક્ષ કર્યો હતો.