ગુજરાત

gujarat

ETV Bharat / state

સરીગામમાં લક્ષ્મી વિદ્યાપીઠમાં ઇન્ટરસ્ટેટ ફૂટબોલ-બાસ્કેટબોલ ટુર્નામેન્ટ યોજાઈ - ગજેરા ટ્રસ્ટ સંચાલિત

વલસાડ: જિલ્લાના સરીગામ ખાતે આવેલી ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠમાં ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા ઇન્ટરસ્ટેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિતના રાજ્યો અને સંઘપ્રદેશોના ફૂટબોલ-બાસ્કેટબોલના ખેલાડીઓ પોતાનામાં રહેલી પ્રતિભા બતાવી દેશનું નામ રોશન કરી શકે તે માટે આ આયોજન કરાયું હતુ.

lakshmi vidyapeeth
ઇન્ટરસ્ટેટ ફૂટબોલ-બાસ્કેટબોલ

By

Published : Jan 19, 2020, 9:16 AM IST

ગુજરાત સહિત દેશના દરેક રાજ્યોમાં મોદી સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા ખેલમહોત્સવનું આયોજન કરે છે. ત્યારે, એમાંથી પ્રેરણા લઈ ગજેરા ટ્રસ્ટ નામની પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા પોતાના સ્વખર્ચે ઇન્ટર સ્ટેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ અંગે ગજેરા ટ્રસ્ટ અને લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામના ટ્રસ્ટી વસંત ગજેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને દેશમાં રમત ગમત ક્ષેત્રે યુવાનો આગળ વધે, દેશનું નામ રોશન કરી શકે તેવા ઉદેશ્ય સાથે લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે ફૂટબોલ અને બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

સરીગામમાં લક્ષ્મી વિદ્યાપીઠમાં ઇન્ટરસ્ટેટ ફૂટબોલ-બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સક્ષમ વિચારોથી જે રીતે દેશમાં રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન મળે છે. તે વિચારોને ધ્યાને રાખી ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના બાળકો ભણતર સાથે રમતગમત ક્ષેત્રે પણ પોતાની પ્રતિભા બતાવી શકે તે માટે તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો ઉદ્દેશ્ય છે. તમામ ખેલાડીઓને રહેવા-જમવાની સુવિધા પણ ફ્રી આપવામાં આવી છે. ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે સાથે પર્યાવરણનું પણ જતન કરે તે માટે તમામ ખેલાડીઓ પાસે વૃક્ષારોપણ કરાવ્યું હતું.

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે આયોજિત ઇન્ટરસ્ટેટ ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્ર, ગુજરાત, સેલવાસ, દમણ અને અન્ય રાજ્યના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા છે. જે અંગે સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર સંજીત ચૌહાણે જણાવ્યું હતું કે, ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે ટ્રસ્ટ દ્વારા આ અનોખી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત તમામ ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે. રમત-ગમત ક્ષેત્રે પોતાનામાં રહેલી ખેલદિલીની ભાવના પ્રગટ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે આયોજિત ફૂટબોલ અને બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં કુલ 24 જેટલી ટીમોએ ભાગ લીધો છે. જેવો અહીં પ્રતિસ્પર્ધી ખેલાડીઓને માત આપતા જોવા મળ્યા હતા. ફૂટબોલ ટુર્નામેન્ટમાં સક્ષમ ટીમના ખેલાડીઓ દ્વારા ગોલ પર ગોલ કરી હરીફ ટીમ ઉપરાંત ઉપસ્થિત અન્ય ખેલાડીઓને પણ વિસ્મયમાં મૂકી રહ્યા હતા. તો, બાસ્કેટબોલમાં પણ તમામ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details