ગુજરાત

gujarat

ETV Bharat / state

સંશોધન પદ્ધતિ પર વાપીની રોફેલ કોલેજમાં 5 દિવસીય સેમિનારનો પ્રારંભ - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

વાપીની રોફેલ કોલેજમાં પ્રથમ વખત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) અને AICTE (all india council of technical education)ના સહયોગથી 5 દિવસીય research methodology using advance tools and technique પર ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં Phd કરી ચૂકેલા કે કરતા UGC/AICTEના 63 શિક્ષકો ઉપસ્થિત રહ્યા છે. જેઓ 20 જેટલા નિષ્ણાંતો સાથે નવી સંશોધન પદ્ધતિ પર વિચાર ગોષ્ઠિ કરશે.

વાપી
વાપી

By

Published : Jan 23, 2020, 3:21 AM IST

વાપી : 'research methodology' એટલે કે નવા કોઈપણ આવિષ્કાર કરતા પહેલા તેના ઉપયોગ અને બિનઉપયોગી નિરાકરણ માટે આંકડાકીય પદ્ધતિથી તમામ પાસાની છણાવટ કરવી અને તે બાદ તેને અમલમાં લાવવું કે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પદ્ધતિ મેનેજમેન્ટનો પણ એક ભાગ છે. જે રિસર્ચ મેથોડોલોજી વર્કશોપમાં શીખવાડવામાં આવે છે. ત્યારે, આ અંગે વાપીની રોફેલ મેનેજમેન્ટ કોલેજ ખાતે 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી એમ પાંચ દિવસીય research methodology using advance tools and technique પર ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

સંશોધન પદ્ધતિ પર વાપીની રોફેલ કોલેજમાં 5 દિવસીય સેમિનારનો પ્રારંભ

આ સેમિનાર અંગે રોફેલ મેનેજમેન્ટ કોલેજના પ્રોફેસર અને ડાયરેકટર ડૉ. કેદાર શુક્લાએ વિગતો આપતા જણાવ્યું હતું કે રોફેલ કોલેજમાં પ્રથમ વખત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) અને AICTE (all india council of technical education)ના સહયોગથી 5 દિવસીય research methodology using advance tools and technique પર ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં Phd કરી ચૂકેલા કે કરતા UGC/AICTEના 63 શિક્ષકો ઉપસ્થિત રહ્યા છે. જેઓ 20 જેટલા નિષ્ણાંતો સાથે નવી સંશોધન પદ્ધતિ પર વિચાર ગોષ્ઠિ કરશે. નવા આવિષ્કાર અંગે ચર્ચા વિચારણા કરશે સેમિનારમાં રોફેલ કોલેજના વિદ્યાર્થીઓ પણ ભાગ લઇ નવું શીખવાનો પ્રયાસ કરશે. પાંચ દિવસ સેમિનારમાં નિષ્ણાંતો તરીકે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર કે.એન ખેર અને ડાયરેક્ટર ડૉ. પંકજભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે. જ્યારે સેમિનારના પ્રથમ દિવસે MS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના ડીન જયરાજસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રિસર્ચ methodology પર પોતાનું અદ્ભુત વક્તવ્ય આપ્યું હતું

ઉલ્લેખનીય છે કે આ પ્રકારના સેમિનારમાં research methodology પર જે ચર્ચા કરવામાં આવતી હોય છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિઝનેસ એનાલિસિસ પર આંકડાકીય પદ્ધતિ સાથે વિવિધ નવતર પ્રયોગો કરી પ્રોસેસિંગ અને સેમ્પલિંગ હાથ ધરાતું હોય છે. જે માટે એડવાન્સ મશીનરી ટુલ્સ નો પણ ઉપયોગ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details