વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાંથી મળેલી વિગત મુજબ વાપીના નહેરૂ સ્ટ્રીટમાં રહેતા વત્સલ પટેલે પોતાની ફરિયાદ નોંધાવી છે કે, થોડા દિવસ પહેલા તેમના ઘર નજીક શીલા પાર્ક બિલ્ડીંગ નજીક તેમની કારને નિત્યક્રમ મુજબ પાર્ક કરી હતી. ત્યારે, રાત્રે મોટર સાયકલ પર આવેલા એક માથાભારે ઇસમે પોતાના અન્ય સાથીઓ સાથે કાર ઉપર ધરધાર પ્રહાર કરી કાચ તોડી નાખ્યા હતાં. અને કારમાં મોટું નુકસાન કર્યું હતું.
માથાભારે ઇસમે કારના કાચ તોડી અપહરણની શખ્સને આપી ધમકી - વાપી
વાપી: વાપીમાં એક માથાભારે ઇસમે એક પરિવારના મોભીનું અપહરણ કરી લઈ જવાની અને તેમને પતાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ વાપી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી હતી. ધમકી આપનાર ઈસમોએ ફરિયાદીની કારના કાચ તોડી નાખી ખુલ્લેઆમ દાદાગીરી કરી હોવા છતાં પોલીસ હજુ સુધી આ માથાભારે ઇસમોને પકડવામાં રસ દાખવતી નથી.
કારના કાચ તોડનાર વ્યક્તિએ આ પહેલા ફરિયાદીને ધમકી આપી હતી. કે, તું જ્યાં તારી કાર પાર્ક કરે છે. ત્યાં આવીને કારના કાચ તોડી નાખીશ. જે ધમકીને આરોપીઓએ પાળી બતાવતા ફરિયાદી પરિવારમાં ગભરાટ ફેલાયો છે. તો, કારના કાચ તોડનાર માથાભારે ઇસમે વધુમાં એવી ધમકી પણ આપી હતી. કે, તારા પિતાને ચીખલીમાંથી અપરહરણ કરીને પતાવી દઈશું. જે સંદર્ભે ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરી આ માથાભારે ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અરજ કરી છે. પરંતુ, તે બાદ પણ પોલીસ હજુ સુધી આ ગંભીર ફરિયાદને ધ્યાને લેવાને બદલે હાથ પર હાથ ધરીને બેઠી છે. અને માથાભારે તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જેને કારણે ફરિયાદી પરિવારમાં ગભરાટ ફેલાયો છે.ઉલ્લેખનીય છે કે, વાપીમાં દિવસે દિવસે માથાભારે તત્વોનો ત્રાસ વધી રહ્યો છે.