વાપીમાં નવા રેલવે બ્રિજની આશાઓ જાગી
અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી
દિવાળી બાદ કામ શરૂ થવાના આશાર
વાપીમાં નવા રેલવે બ્રિજ અને અન્ડરબ્રિજ અંગે અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ વિચાર વિમર્શ કર્યો વલસાડઃ વાપીમાં ટ્રાફીકની સમસ્યાને હલ કરવા જૂના રેલવે ઓવરબ્રિજને રાજય સરકાર અને રેલવે વિભાગ દ્વારા તોડી નવો બનાવવાની મંજૂરી મળતા હવે દિવાળી બાદ રેલવે ઓવરબ્રિજની કામગીરીની શરૂઆત થાય તે પહેલા વાપી પૂર્વ અને પશ્વિમમાં જતા આવતા લોકો અને વાહનો માટેની વ્યવસ્થા ઉભી કરવા માટેની વ્યવસ્થા કરવી પડશે.
વાપીમાં નવા રેલવે બ્રિજ અને અન્ડરબ્રિજ અંગે અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ વિચાર વિમર્શ કર્યો અધિકારીઓએ સ્થળની મુલાકાત લઇ તપાસ હાથ ધરી હતી
નાગરીકો તથા દુકાનદારો અને જનપ્રતિનિધિઓની માંગને ધ્યાને લઇ સરકારી વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે રેલવેના ઉચ્ચ અધિકારીઓ, વલસાડ રેલવેના અધિકારી, વાપી નગર પાલિકાના ટાઉન પ્લાનર કલ્પેશભાઇ શાહ, વલસાડ આર એન્ડ બી.ના કાર્યપાલક ઇજનેર અને વાપી આર.એન્ડ બીના નાયબ કાર્યપાલક ઇજનેર જતીનભાઇ પટેલ, વાપી સીટી મામલતદાર, વાપી રેલવે સ્ટેશનના આર એન્ડ બી વિભાગના ઇજનેરો તથા વલસાડ રેલવે વિભાગના ઇજનેર તથા અધિકારીઓ દ્વારા વાપી રેલવે ઓવરબ્રીજ અને જુના 80 નંબરના ફાટક તથા બલીઠા અને મોરાઇ ફાટકની મુલાકાત લઇ સ્થળ તપાસ કરી હતી.
વાપીમાં નવા રેલવે બ્રિજ અને અન્ડરબ્રિજ અંગે અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ વિચાર વિમર્શ કર્યો રેલવે ઓવરબ્રિજની બાજુમાં રેલવે અંડરબ્રીજની કામગીરી પણ હાથ ધરાશે
વાપીના જૂના 80 નંબરના રેલવે ફાટકને રેલવે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી દરમ્યાન ટ્રાફીકની સમસ્યાને ધ્યાને લઇ હંગામી ધોરણે ખુલ્લો કરવા માટેની મંજૂરી આપવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. અધિકારીઓએ વલસાડ રેલવે વિભાગની કચેરીમાં એક સંયુકત બેઠક કરી વાપી રેલવે ઓવરબ્રીજની કામગીરી દરમિયાન સાવચેતીના પગલા રૂપેના મુદ્દાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. રેલવે ઓવરબ્રિજની બાજુમાં 6 કરોડના ખર્ચે રેલવે અંડરબ્રીજની કામગીરી પણ હાથ ધરાશે.