ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રસૃતાને 108માં જ નોર્મલ ડિલિવરી કરવામા સફળ રહી 108ની ટીમ - GUJARATI NEWS

વલસાડઃ જિલ્લા સહિત રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ સેવા હવે સાચા અર્થમાં જીવનદાતા બની રહી છે. આ સેવા લોકોની ઇમરજન્સી સારવારમાં પહેલી પસંદ બની છે. તેનો વધુ એક પુરાવો સંજાણમાં જોવા મળ્યો હતો. સંજાણની 108ની ટીમે એક પ્રસૃતાને 108 એમ્બ્યુલન્સમાં જ પ્રસૃતી કરાવી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો.

DMN

By

Published : Jul 7, 2019, 11:53 PM IST

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામ ખાતે રહેતી રેખાબેનને શનિવારે અચાનક લેબર પેઇન થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. સંજાણ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેખાબેનને CHC હોસ્પિટલ ભિલાડમાં ખસેડવામાં આવી રહી હતી. તે દરમિયાન ભીલાડ નજીક પહોંચતાં રેખાબેનને લેબર પેઇન વધ્યું હતું.

આ ગંભીર પરિસ્થિતિને 108 EMT ઉર્મિલા સંગાડા અને પાઈલોટ બંનેએ સાથે મળીને રેખાબેનની સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી. આ રીતે વધુ એકવાર ડિલિવરી બાદ મહિલા અને નવજાત બાળકનો જીવ બચાવવામાં 108ની ટીમ સફળ રહી હતી. મહિલા અને નવજાત બાળકને વધુ સારવાર માટે CHC ભીલાડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં હાલ બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વલસાડમાં 108ની ટીમેં અત્યાર સુધીમાં કેટલીયે પ્રસૃતાની 108માં જ કે તેમના ઘરે ડિલિવરી કરાવી માતા અને બાળકના જીવ બચાવ્યા છે. ઇમરજન્સી સારવારમાં એ રીતે 108 સેવા રાજ્યના તમામ લોકો માટે સાચા અર્થમાં જીવનદાન આપનારી સેવા બની છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details