ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નંદીગામ ગામે નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા નંદીગામ રિયલ એસ્ટેટ કંપનીને બાંધકામના સાધનિક પુરાવા રજૂ કરવા પંચાયતે નોટિસ મોકલી છે. આ કંપની અરુણાબેન બાબુલાલ વર્મા અને ગૌરવભાઈ બાબુલાલ વર્માની અધિકૃત ભાગીદારીથી ચાલતી કંપની છે. જે આ પહેલા પણ વિવાદમાંં આવી ચૂકી છે.
ઉમરગામ પંથક ઔદ્યોગિક વસાહતમાં મોટા પ્રમાણમાં થતા ટ્રાન્સપોર્ટેશનને ધ્યાને રાખી વેર હાઉસનું નિર્માણ કરવા નદીગામ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં નંદીગામ રિયલ એસ્ટેટ કંપની દ્વારા સર્વે નંબર 313, 255, 300, 254, 253, 245, 303, 291,27,272, 305વાળી જમીનમાં ઔદ્યોગિક હેતુ માટે શેડ તથા કંપનીનું હાલ બાંધકામ ચાલુ છે. જે અંગે અગાઉ પણ નંદીગામ પંચાયત દ્વારા નંદીગ્રામ રીયલ એસ્ટેટ કંપનીમાં થયેલા બાંધકામ અંગે સાધનિક પુરાવા રજૂ કરવા લેખિત અને મૌખિક રજૂઆત કર્યા બાદ નોટિસ પાઠવી હતી.