વલસાડ શહેરના ધાણા બજાર છીપવાડ વિસ્તારમાં આવેલું ભગવાન જગન્નાથનું મંદિર એ અતિપૌરાણિક અને પૈશ્વાના સમયમાં બન્યુ હોવાનું લોકો જણાવી રહ્યા છે. અતિપૌરાણિક એવા આ મંદિરમાં લોકોની આસ્થા પણ ખૂબ જ રહેલી છે. જેને લઇને દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી નીકળતી રથયાત્રા માટે આ વર્ષે પણ તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે.
વલસાડમાં પૈશ્વાઈ સમયના પૌરાણિક જગન્નાથ મંદિરથી નીકળશે રથયાત્રા - Jaganath
વલસાડ:વલસાડના છીપવાડ દાણા બજારમાં આવેલા અતિપૌરાણિક એવા જગન્નાથ મંદિરથી આ વર્ષે પણ ધામધુમપૂર્વક રથયાત્રા નીકળશે. જે માટેની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કહેવાય છે કે, ભારતમાં આ ત્રીજુ એવું આસ્થાનું પ્રતિક છે, જેના દર્શન કરવા એ ભક્તજનો માટે એક લ્હાવો છે.
જે માટે નગરયાત્રા કરવા નીકળનારા ભગવાન જગન્નાથનો રથ હાલ સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયો છે. તો ભગવાન જગન્નાથ મંદિરની માહિતી આપતા વલસાડના કિરણભાઈએ જણાવ્યું કે, છેલ્લા ૨૫ વર્ષથી તેઓ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરે છે, જેમાં દસ હજારથી પણ વધુ લોકો ભક્તિભાવપૂર્વક જોડાય છે. વધુમાં જણાવતા કહ્યું કે, આ વર્ષે પણ ભક્તિભાવપૂર્વક રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. તો આ યાત્રા વલસાડની ચીકુવાડીથી નીકળી એસ.ટી.ડેપો,આવા ભાઈ સ્કૂલ ટાવર રોડ થઈ અંબા માતા મંદિર, સતી માતા મંદિર, પારસીવાડ અને ગોળ થઈને, નીજ મંદિરે પરત પહોંચશે .
તો વલસાડની રથયાત્રા અને મંદિરના મહત્વ વિશે વાત કરતા તેમણે કહ્યું કે ભારતમાં ત્રણ મંદીર એવા છે, જે આસ્થાનું પ્રતિક છે, અને અતિ પૌરાણિક છે.જેમાં પહેલું મંદિર જગન્નાથપુરીમાં આવેલું છે.તો બીજું મંદિર એ અમદાવાદમાં સ્થિત છે. ત્યારે ત્રીજું મંદિર સમયનું વલસાડમાં સ્થિત છે. જેથી અહીં ની રથયાત્રા નું મહત્વ અનેરું છે અને લોકો તેમાં જોડાવા માટે ઉત્સાહપૂર્વક થનગને છે.તો અનેક લોકો આસ્થાપૂર્વક જોડાયને ભગવાન જગન્નાથના રથના દોરડાઓ ખેંચીને ધન્યાતા અનુભવે છે.