ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડની વૃંદાવન સોસાયટીના તળાવ પાછળ સેંકડો માછલીના રહસ્યમય મોત - વલસાડના સમાચાર

વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં વૃંદાવન સોસાયટીની પાછળના ભાગમાં આવેલા એક તળાવમાં સેંકડો માછલીઓના મોત નિપજ્યા હતા. તળાવમાં આવતી અસહ્ય દુર્ગંધને કારણે આ સમગ્ર ઘટનાની જાણ લોકોને થઈ હતી અને તેમણે પાલિકાના વોર્ડના સભ્યોને જાણ કરતા તેઓ પણ સ્થળ પર ધસી આવ્યા હતા. આ તળાવમાં સેંકડોની સંખ્યામાં મૃત માછલીઓ દેખાઈ આવતા સ્થાનિકોએ જણાવ્યું કે, કોઈક ઈસમ દ્વારા આ તળાવમાં ઝેરી દવાઓ રાખવામાં આવી હોવાની શક્યતા વર્તાઈ રહી છે.

વલસાડની વૃંદાવન સોસાયટીના તળાવ પાછળ સેંકડો માછલીના રહસ્યમય મોત
વલસાડની વૃંદાવન સોસાયટીના તળાવ પાછળ સેંકડો માછલીના રહસ્યમય મોત

By

Published : May 10, 2020, 7:02 PM IST

વલસાડ: નગરપાલિકાના વોર્ડ નંબર 11 વિસ્તારમાં આવેલા અબ્રામા ક્ષેત્રના વૃંદાવન સોસાયટીની પાછળના ભાગમાં એક મોટુ તળાવ આવેલું છે. આ તળાવમાં બે દિવસ પૂર્વે કોઈક અજાણ્યા ઇસમો દ્વારા ઝેરી દવાઓ નાખી દેવામાં આવતા અહી સેંકડોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં પાણીમાં તણાઈ આવી હતી. સેંકડોની સંખ્યામાં મોતને ભેટેલી માછલીઓને કારણે આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ વર્તાઈ હતી જેના કારણે વૃંદાવન સોસાયટીના રહીશોએ વોર્ડ નંબર 11 સભ્યોને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.

વલસાડની વૃંદાવન સોસાયટીના તળાવ પાછળ સેંકડો માછલીના રહસ્યમય મોત

જેને પગલે વોર્ડ નંબર 11ના કોર્પોરેટર ઝાકીરભાઇ પઠાણે સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કર્યા બાદ તેમણે વલસાડ પાલિકાના આરોગ્ય વિભાગની જાણકારી આપતા પાલિકા વિભાગ દોડતું થયું હતું.પાલિકાના અધિકારીઓએ મૃતક માછલીઓને બહાર કાઢવા અને તળાવમાં આવતી અસહ્ય દુર્ગંધ દૂર કરવા અંગેની કામગીરી હાથ ધરી હતી.

નોંધનીય છે કે, આ તળાવની નજીકમાં એક આંબાવાડી આવેલી છે અને આ આંબાવાડીમાંથી કોઈ ઈસમ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેના પગલે સેંકડોની સંખ્યામાં માછલીઓ મોતને ભેટી છે અને જેના કારણે અસહ્ય દુર્ગંધ વર્તાઈ રહી છે અને સોસાયટીના રહીશોને અહીં ઊભા રહેવામાં પણ નાકનું ટેરવું પકડવું પડી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details