આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ઇર્મજન્સી સાયરન વગાડી મોકડ્રીલ શરૂ કરાયું હતું. ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને નિર્ધારીત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ કર્મચારીઓની ગણતરી દરમિયાન 4 કર્મચારીઓ ગુમ જણાતાં તાત્કાલિક ધોરણે EOC વાપી અને ફાયર સેફટી વિભાગને જાણ કરવામાં આવી હતી.
વાપીમાં ક્લોરીન લીકેજથી બચવા અંગે યોજાયું મોકડ્રીલ - DDH
વાપીઃ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીમાં ક્લોરીન લીકેજ, કેમીકલ લીકેજ દરમિયાન કટોકટીની સ્થિતિમાં કરવાની કામગીરી અંગે મોકડ્રીલ કરાયું હતું.
વાપીમાં કલોરીન લીકેજનો સીનારીયો ઊભો કરી મોકડ્રીલ કરાયું
NDRF દ્વારા કેમીકલ લીકેજ દરમ્યાન કટોકટીની સ્થિતીમાં કરવામાં આવતી કામગીરી અને અન્ય જરૂરી પગલા વ્યવસાયિક આવડત સાથે કરવામાં આવતા 4 ગુમ કર્મચારીઓ અન્ય તમામ કર્મચારીઓને સલામત સ્થળ પર ખસેડવામા આવતા મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું. ઘાયલ કર્મચારીઓને જરૂરી ફસ્ટ એઇડ આપવામાં આવી હતી.