પુનાથી ૩૨ જેટલા મુસાફરો ભરીને અમદાવાદ તરફ જઇ રહેલી પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ પારડીના ખડકી પાસે પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. ત્યારે આગળનું ટાયર ફાટી જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો અને લક્ઝરી ડિવાઇડર કૂદી અને સામેના ટ્રેક ઉપર ચાલી ગઇ હતી અને સામેના ટ્રેક ઉપરથી પુરપાટ ઝડપે અત્યંત જ્વલનશીલ કેમિકલ ભરીને આવતું એક ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ટેન્કરમાંથી કોઇ કેમિકલ લીક થયું ન હતું. જેના કારણે મોટી હોનારત ટળી હતી.
ખાનગી લકઝરી બસ ડિવાઈડર કુદી સામેના ટેન્કર સાથે ભટકાઈ, 32 મુસાફરોનો ચમત્કારિક બચાવ - valsad letest news
વલસાડઃ નેશનલ હાઇવે નંબર 48 ખડકી પાસે પુનાથી અમદાવાદ જઇ રહેલી એક ખાનગી લકઝરી બસનું ટાયર ફાટતાં ડિવાઇડર કૂદી સામેના ટ્રેક પર આવતા ટેન્કર સાથે ભટકાઈ હતી. જેમાં લક્ઝરીમાં સવાર 32 મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે લક્ઝરી ચાલકનું કમકમાટીભર્યુ મોત નીપજયું હતું.
પારડીના ખડકી પાસે ખાનગી લકઝરી બસ ડિવાઈડર કુદી સામે ટેન્કરમાં ભટકાઈ 32 મુસાફરોનો ચમત્કારિક બચાવ
પરંતુ ધડાકાભેર ટેન્કર સાથે લક્ઝરી બસ ભટકાતા લક્ઝરીના ચાલક પ્રદીપ પટેલ રહે ડૂંગરપુર રાજસ્થાનીનું કેબિનમાં દબાઇ જવાના કારણે સ્થળ ઉપર જ મોત થયું હતું. મૃતકની બોડીને બહાર કાઢવા માટે ટ્રેનની મદદ લેવાની ફરજ પડી હતી અને કલાકની જહેમત બાદ ક્રેન વડે પતરું ખેંચી મૃતકની બોડી બહાર કઢાઇ હતી તો આ સમગ્ર અકસ્માત વહેલી પરોઢિયે થતા મોટાભાગના મુસાફરો લક્ઝરીમાં નીંદર માણી રહ્યા હતા.