વાપીમાં ફક્ત 2 દિવસમાં વતન વાપસી માટે 5000 ફોર્મ વહેંચાયા - વાપીમાં ફક્ત 2 દિવસમાં વતન વાપસી માટે 5000 ફોર્મ વહેંચાયા
વાપીના બલીઠા ગામે નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી મામલતદાર કચેરી ખાતે પરપ્રાંતીયો મોટી સંખ્યામાં ફોર્મ લેવા અને જમા કરાવવા આવી રહ્યા છે. જેમાં છેલ્લા 2 દિવસની જો વાત કરવામાં આવે તો વતન વાપસી માટે અંદાજિત 5000 ફોર્મનું વિતરણ થયું છે. જ્યારે 2000 જેટલા ફોર્મ લોકોએ જમા કર્યા છે. હવે રાજ્ય સરકારની સૂચના મુજબ આ કામદારોને વતન જવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
વાપીમાં ફક્ત 2 દિવસમાં વતન વાપસી માટે 5000 ફોર્મ વહેંચાયા
વાપી : લોકડાઉનના ત્રીજા ચરણમાં સમગ્ર દેશના પરપ્રાંતીયોનો વતન વાપસી માટેનો ઉચાટ વધ્યો છે. વાપી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા હજારો કર્મચારીઓ પણ વતન જવા અધીરા થયા છે. જે માટે વાપીમાં મામલતદાર કચેરીમાં ઘણા પરપ્રાંતીયો 2 દિવસથી ફોર્મ મેળવવા તેમજ તેને ભરીને પરત જમા કરાવવા આવી રહ્યા છે.