ગુજરાત

gujarat

ETV Bharat / state

આદિજાતિ પ્રધાન પાટકરે લોકપશ્નો સંદર્ભે બેઠક યોજી, પોતાની જ સરકારની પોલ ખોલી નાખી - vapi news today

વાપી: સર્કિટ હાઉસ ખાતે વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે અધિકારીઓની હાજરીમાં વિકાસના કાર્યો અંગેની બેઠકનું આયોજન કરી લોકપ્રશ્નો સાંભળ્યા હતાં. જેમાં સરકારની જ વિવિધ યોજનાઓના કામો પૂર્ણ થયા નથી તેવું જણાવી રાજ્યપ્રધાન બન્યા બાદ આવા પડતર પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજી કામો જલ્દી પૂર્ણ કરવાની સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. પાટકરે એક જ દિવસમાં મોટાભાગના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી ઉકેલ લાવ્યા હોવાનું જણાવી અનેક વિકાસની યોજનાઓની પોલ ખોલી હતી.

આદિજાતિ પ્રધાન પાટકરે યોજી લોકપ્રશ્નો માટે બેઠક, સરકારની જ પોલ ખોલી નાખી
આદિજાતિ પ્રધાન પાટકરે યોજી લોકપ્રશ્નો માટે બેઠક, સરકારની જ પોલ ખોલી નાખી

By

Published : Jan 3, 2020, 8:30 AM IST

વાપી સર્કિટ હાઉસ અને વલસાડ કલેકટર કચેરી ખાતે વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે લોકપ્રશ્નોને લઈને બેઠકનું આયોજન કર્યું હતું. બેઠક અંગે પાટકરે જણાવ્યું હતું કે, જિલ્લાના કેટલાક પ્રશ્નો લાંબા સમયથી અટવાયેલા હતાં. પહેલા આવા પ્રશ્નો અંગે તે ધારાસભ્ય તરીકે નિરાકરણ લાવવા સંકલનની બેઠકમાં રજૂ કરતા હતાં. પરંતુ પ્રધાન બન્યા બાદ તે માટે પ્રોટોકોલ અને સમયની મર્યાદા હતી. તેમ છતાં પોતાના વ્યસ્ત સમયમાંથી ગુરુવારે સમીક્ષા બેઠકમાં હાજરી આપી હતી. તેમજ વાપીમાં લોકપ્રશ્નો સાંભળ્યા હતાં.

આદિજાતિ પ્રધાન પાટકરે યોજી લોકપ્રશ્નો માટે બેઠક, સરકારની જ પોલ ખોલી નાખી

વાપી સર્કિટ હાઉસ ખાતેની બેઠક દરમિયાન ઉપસ્થિત લાયઝન અધિકારોને સાથે રાખી વિવિધ પ્રશ્નોને સાંભળી તેની સૂચનાઓ આપી હતી. જે દરમિયાન સરકારની અનેક યોજનાઓ છેલ્લાં ઘણા સમયથી ટલ્લે પડી હોવાની પોલ પણ પાટકરે ખોલી નાખી હતી. જેમાં ખેડૂતો માટે જમીનની સનદ આપવાની 1700 અપીલ પેન્ડીંગ હોવાનું જણાવી આજના એક જ દિવસમાં 667 અરજીઓનો નિકાલ કર્યો હતો. ચણોદની 3 કરોડની ભૂગર્ભ ગટર યોજનામાં દબાણો થયા હોય 10 દિવસમાં દબાણો દૂર કરી કામગીરી હાથ ધરવા અધિકારીઓને જણાવ્યું હતું.

આદિજાતિ પ્રધાન પાટકરે યોજી લોકપ્રશ્નો માટે બેઠક, સરકારની જ પોલ ખોલી નાખી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન થયેલા અને 2021માં પૂર્ણ થનાર 4800 કરોડની અસ્ટોલ યોજનામાં દોઢ વર્ષે માત્ર 31 ટકા જ કામ થયું હોય સવા વર્ષમાં 70 ટકા કામ કઈ રીતે થશે તે અંગે પ્રશ્રો લઈ સરકારની ટલ્લે ચડેલી યોજનાનો ભાંડો ભોડી નાખ્યો હતો. તો, જિલ્લા પંચાયત અને સ્ટેટ હસ્તકના માર્ગના કામો પેન્ડીંગ હોવાના, ઉમરગામમાં મામલતદાર કચેરી બની નથી, નગરપાલિકાનું નવું ભવન જમીનના ક્ષેત્રફળના વિવાદમાં છે. દરિયાઈ ધોવાણ હેઠળના કામો બાકી પડ્યાં છે. નહેરોનું રીપેરીંગ કામ થયું નથી. ખેડૂતોના અનેક પ્રશ્નો અટવાયા હોવાની વિગતો આપી હતી.

પાટકરે વાપીમાં ભંગારિયાઓ દ્વારા ભંગારના ગોડાઉન બનાવી કરેલા દબાણો અને પ્રદુષણ અંગે પણ તાત્કાલિક ધોરણે આવા દબાણો હટાવવાની ખાતરી આપી હતી. તો, વાપી નગરપાલિકાના પ્રમુખ દર વખતે લોકપ્રશ્નો સાંભળવાની બેઠકમાં ગેરહાજર રહેતા હોય તે અંગે જણાવ્યું હતું કે, પોતે પોતાના સમયનો સદઉપયોગ કરે છે. બેઠક માટે તમામને જાણ કરવામાં આવી છે. પ્રમુખ નથી આવ્યા. પરંતુ ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. કદાચ વાપી નગરપાલિકામાં કોઈ પ્રશ્નો નથી એટલે હાજર નથી રહેતા. આજની બેઠકમાં વાપી વિસ્તારના 17 પ્રશ્નો આવેલા જેને સાંભળી નિરાકારણની ખાતરી આપી છે. તેવું જણાવી પ્રમુખ પ્રત્યે પોતાની નારાજગી હસતા મોઢે પ્રદર્શિત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details