વલસાડ : વૈદિક સંસ્કૃતિનું એક અભિન્ન અંગ ગણાતો યોગા એ સમગ્ર વિશ્વ ફલક ઉપર યોગા દિવસ તરીકે ઉજવણીનું માધ્યમ બન્યું છે. ત્યારે ભારતમાં પણ લોકો યોગાસન કરતા થાય અને યોગા દ્વારા પોતાના અંતરના અવાજને ઓળખે અને લોકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સારું રહે એવા ઉમદા હેતુથી પતંજલિ યોગપીઠ દ્વારા સમગ્ર ભારતભરમાં અનેક જગ્યાઓ ઉપર યોગ શિબિરનું આયોજન થાય છે.
જ્યારે પતંજલિ યોગપીઠ અને લાયન્સ ક્લબ ઓફ વલસાડ તિથલ રોડ તેમજ પતંજલી યોગ સમિતિ દ્વારા શહેરમાં આગામી તા. 29 જાન્યુ. થી 2 ફેબ્રુ.2020 સુધી સવારે 5 વાગ્યાથી સવારે 7-30 સુધી અને તા. 29 થી 31 જાન્યુઆરી 2020 સુધી સાંજે 5 થી 6:30 સુધી પાંચ દિવસીય નિઃશુલ્ક યોગા શિબિરનું આયોજન થવા જઈ રહ્યું છે. જે વલસાડના પ્લાઝા બિલ્ડીંગની સામે આવેલા મેદાન તિથલ રોડ ખાતે યોજાશે.