વલસાડમાં જૂજવાં ખાતે આદિવાસી વિકાસ સંગઠન અને ઉમિયા સોશીયલ ગ્રુપના સહયોગથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજના 1251 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલી અને ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં લગ્ન કરનાર પ્રજ્ઞાચક્ષુ દંપતીને સન્માનિત કરી ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન મોરારિબાપુએ જણાવ્યું કે, અહીં લોકોએ એવું ક્યારેય વિચાર્યું ન જોઈએ કે અમે પછાત છિએ, અમે નિમ્નકક્ષાના છે, અમે પાછળ છે. આ વિહીન ગ્રંથિમાં કોઈએ પીડાવું ન જોઈએ અને તથાકથિત સંસ્થાઓએ સમાજ અને ધર્મ સંસ્થાઓએ આદિવાસી સમાજને આગળ લાવવા માટે સ્વયમ આગળ આવવું જોઈએ. તેમણે સર્વજ્ઞાતિ લગ્ન પ્રસંગ આયોજીત કરવા બાબતે રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું કે, આટલા ટૂંકા સમયમાં 1251 જેટલા જોડાવોને એક સાથે સમૂહ લગ્ન કરવવાએ ખૂબ કઠિન કામ છે અને આ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આ સંસ્થાને તેમણે બિરદાવી હતી.
તેમણે લગ્નગ્રંથિથી જોડાયેલા યુગલોને આશીર્વચન આપતા જણાવ્યું કે, એવું જીવન જીવજો કે આપના આજુબાજુના લોકો પણ તમારામાંથી પ્રેરણા લે તમારું દાંપત્યજીવન સદા ખુશ રહે એવા આશીર્વચન તેમણે આપ્યા હતા. સાથે-સાથે આદિવાસી વિસ્તારમાં તેમણે આગામી 20120માં એક રામકથા કરવાનું પણ મનોરથ વ્યક્ત કર્યો હતો.
વલસાડમાં 1251 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા જ્યારે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા માટે આવેલા ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું કે, આ સમગ્ર કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠી સામાજિક અગ્રણી આગળ આવ્યા છે અને હાજરી આપી છે. એ જ દર્શાવે છે કે આદિવાસી વિકાસ સેવા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવેલા આ સમુહ લગ્ન અને મૂલ્ય અને તેની કિંમત કેટલી છે. તેમણે સંસ્થાના કાર્ય માટે તમામને ધન્યવાદ આપ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન સુરતના બિલ્ડર લવજી બાદશાહ તેમજ વલસાડના સાંસદ કે.સી પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વલસાડ જિલ્લા કલેકટર સી. આર ખરસાણ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.