ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં NDRFની ટીમે માસ્ક અને ફ્રુટ જ્યુસના પેકેટનું વિતરણ કર્યું - NDRF કમાન્ડન્ટ અજયકુમાર તિવારી

વલસાડ જિલ્લામાં છેલ્લા એક માસ કરતા પણ વધુ સમયથી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ એવી 6 એનડીઆરએફની ટીમ દ્વારા વલસાડના ઔરંગા નદી કિનારે આવેલ ગામોમાં જઇને કોરોનાથી બચાવ અંગે જાણકારી અપાઈ હતી. તેમજ માસ્ક અને ફ્રુટ જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

valsad
વલસાડમાં NDRFની ટીમ દ્વારા માસ્ક અને ફ્રૂટજ્યુસના પેકેટ વિતરણ કરાયા

By

Published : Aug 29, 2020, 12:23 PM IST

વલસાડ: NDRF કમાન્ડન્ટ અજયકુમાર તિવારીના માર્ગદર્શન હેઠળ, વલસાડ જિલ્લામાં નદીના કાંઠે રહેતા સામાન્ય લોકોને કોવિડથી બચવા માટે જાણ કરવામાં આવી હતી. જેમાં NDRF ટીમના કમાન્ડર દેવાસીએ જણાવ્યું હતું કે, વલસાડમાં ઓરંગા નદીના કાંઠે રહેતા લોકોએ તેમનાથી બચવા માટે ખૂબ કાળજી લેવી જોઈએ. તેમજ NDRFની ટીમ દ્વારા ત્યાં ઉપસ્થિત તમામ લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સાથે બધાંને જ્યુસ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણી લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકોના રાહત અને બચાવ કાર્ય માટે 6 એનડીઆરએફ ટીમ તૈનાત છે.

આ સાથે જ ગત દિવસોમાં ઉમરગામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા કેટલાંક લોકોને બોટમાં બેસાડીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં. જે માટેની કામગીરી માટે વલસાડ જિલ્લા કલેકટર દ્વારા તેમને 15મી ઓગષ્ટના રોજ વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details