- મહાશિવરાત્રિથી સતત નવ દિવસ મહાશિવલિંગના દર્શન થઈ શકશે
- દરેક વ્યક્તિ શિવલિંગને અભિષેક કરી શકે તે માટે શિવલિંગ બનાવાયું
- બટુક વ્યાસ છેલ્લા 13 વર્ષથી ધરમપુરમાં મહાશિવલિંગ બનાવે છે
- આ મહાશિવલિંગને લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ મળ્યું છે સ્થાન
વલસાડઃ સમગ્ર વિશ્વ જેને સમગ્ર વિશ્વ જેને શિવના અક્ષ તરીકે ઓળખે છે એ રૂદ્રનું અક્ષ એટલે કે રૂદ્રાક્ષ એ સ્વયં પોતે શિવનો અંશ છે તો તેની પૂજા કરવામાં આવે તો એક રૂદ્રાક્ષની કરેલી પૂજા એક શિવલિંગનું ફળ આપતી હોય છે. એવું ધાર્મિક ગ્રંથો કહે છે ત્યારે આ સમગ્ર બાબતને ધ્યાને લઇ ધરમપુરના જાણીતા કથાકાર અને રૂદ્રાક્ષમાં સંશોધન કરતા અને સતત 13 વર્ષથી શિવરાત્રિ દરમિયાન રૂદ્રાક્ષના શિવલિંગ બનાવી તેનો અભિષેક કરતા બટુક વ્યાસ દ્વારા ફરીથી 14મા વર્ષે ધરમપુરના ખારવેલ ગામમાં સવા 15 ફૂટ ઊંચું અને નવ લાખ રૂદ્રાક્ષની મદદથી મહા શિવલિંગ તૈયાર કરાયું છે. સતત નવ દિવસ સુધી આ શિવલિંગનો અભિષેક જાહેર જનતા માટે આજથી ખૂલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે ૧૧ કુંડી મહારુદ્ર યજ્ઞ અને શિવ મહાપુરાણ કથા આમ ત્રણેનું સુગંમ સમન્વય કાર્યક્રમ આજથી શરૂ થયો છે.
વલસાડ જિલ્લાના ધરમપુર વલસાડ રોડ ઉપર આવેલા ખારવેલ ગામમાં આજથી નવ દિવસ માટે ત્રણ સુગમ કાર્યક્રમનો સમય શરૂ થયો છે. 4 માર્ચ ગુરૂવારથી લઈ 12 માર્ચ શુક્રવાર સુધી ચાલનારા આ કાર્યક્રમમાં શિવ મહાપૂરાણ કથા રૂદ્રાક્ષ મહાશિવલિંગ દર્શન અને અભિષેક તેમ જ 11 કુંડી મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો પ્રારંભ આજે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા તેમ જ અનેક અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો
શિવરાત્રિ દરમિયાન અભિષેકનું શું છે મહત્ત્વ?
શિવરાત્રિના પાવન પર્વમાં શિવલિંગ ઉપર જળાભિષેક એ દૂધ અભિષેક સામાન્ય રીતે લોકો કરતા હોય છે અને તેનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ છે. બિલિપત્ર કે જળાભિષેક શિવલિંગને કરવાથી રોગ દોષ અને દરિદ્રતાનું નિવારણ થાય છે ત્યારે 9 લાખ રૂદ્રાક્ષમાંથી બનેલા મહા શિવલિંગ ઉપર જળાભિષેક કરવાથી 9 લાખ શિવલિંગ ઉપર અભિષેક કરવાનું ફળ પ્રાપ્ત થતું હોય છે, જેને લઈને અનેક લોકો આ મહાશિવલિંગ ઉપર અભિષેક કરવા માટે પહોંચી રહ્યા છે.
રૂદ્રાક્ષ એટલે કે રુદ્રનો અક્સ એટલે કે પોતે પણ એક શિવલિંગ કહી શકાય
સત યુગના સમયમાં જ્યારે ઋષિઓ વહેલી સવારે ન્યાસ રાખતા એટલે કે જ્યાં સુધી ભગવાનના શિવલિંંગ ઉપર અભિષેક ન કરે ત્યાં સુધી પોતે ભોજન ગ્રહણ ન કરતા ત્યારે અનેક ઋષિઓને અનેક સ્થળોએ જવાનું થતું હતું. આવા સમયમાં ક્યારેક એવો પણ સમય આવતો કે તે સમયે તેઓને સમયસર શિવલિંગના અભિષેક કરી શકતા ન હતા તો તે વખતે જો તેઓને શિવલિંગ પ્રાપ્ત ન થાય તો એક રુદ્રાક્ષના મણકા ઉપર અભિષેક કરી બિલીપત્ર ચઢાવી તેઓ પોતાની પૂજન વિધી પૂર્ણ કરતા હતા. આમ, ત્યારના સમયથી જ રૂદ્રાક્ષને એક શિવલિંગ તરીકે પૂજન કરવામાં આવે છે અને જેને અનુલક્ષીને મહાશિવનું નિર્માણ હાલ ધરમપુરમાં કરવામાં આવ્યું છે.