વલસાડના અતુલ નજીક એક ઘરમાં વહેલી સવારે દીપડો ઘરમાં ઘૂસ્યો હતો. દીપડાએ ઘરમાં રહેલા વ્યક્તિ પર માથાના ભાગે પંજો મારતા વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
લોકો હવે ઘરમાં પણ નથી સુરક્ષિત, વલસાડમાં દીપડાએ ઘરમાં ઘુસીને વ્યક્તિ પર કર્યો હુમલો - attacke
વલસાડ: શહેરના અતુલ ખાતે દીપડા દ્વારા ઘરમાં ઘુસીને વ્યક્તિ પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં દીપડાના હુમલાને કારણે વ્યક્તિને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સ્પોટ ફોટો
લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ICUમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. લોકો હવે ઘરમાં પણ સુરક્ષિત રહ્યાં નથી. આ ઘટના અંગે હાલ વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ પણ અતુલ નજીક અજાણ્યા વાહનની અડફેટે 2 દીપડાના મોત થયા હતા. ત્યારે હવે દીપડાના હુમલાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
Last Updated : Mar 27, 2019, 10:34 AM IST