ગુજરાત

gujarat

ETV Bharat / state

ફાયર સેફટીની નોટિસ આપનાર ઉમરગામ નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનનો અભાવ - vld

વલસાડ: સુરતમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં 38 મિલકત ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે. જો કે નવાઈની વાત એ છે કે, જે ઉમરગામ નગરપાલિકાના સત્તાધીશોએ આ નોટિસ આપી છે તે નગર પાલિકાના મકાનમાં જ પૂરતા ફાયર સેફટીના સાધનો નથી.

સ્પોટ ફોટો

By

Published : May 28, 2019, 4:56 AM IST

ઉમરગામ નગરપાલિકાએ વલસાડ કલેકટરના આદેશ બાદ બે ટીમ બનાવી પાલિકા વિસ્તારમાં ખાસ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 3 ટ્યુશન કલાસીસ, 11 શૈક્ષણિક સંસ્થાઓ, 4 હોટેલ રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, 18 હાઇરાઈઝ રહેણાંક ઇમારતો મળી કુલ 38 મિલકતોના મિલકત ધારકોને નોટિસ બજાવી છે. આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર નિલ અણઘણે જણાવ્યું હતું કે, તેમણે આ તમામ લોકોને આગામી દિવસોમાં ફાયરના સાધનો વસાવી લેવા તાકીદ કરી છે અને તે બાદ જો આ અંગે સુચનાનું પાલન કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ આ તમામ 38 સ્થાનો પર ફાયર સેફટીના સાધનો પ્રત્યે તદ્દન બેદરકારી દાખવવામાં આવી હતી.

ઉમરગામ નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો અભાવ

જ્યારે, ચીફ ઓફિસર નિલ અણઘણને નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે પૂછવામાં આવતા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, પાલિકામાં હાલ માત્ર ફાયર એક્સ્ટિન્ગ્યુશરસિવાય અન્ય કોઈ સુવિધા નથી જે માટે આગામી દિવસોમાં ફાયર બોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

ઉમરગામ નગરપાલિકાએ પાઠવેલ નોટિસોમાં પ્રતીક કલાસીસ, જય સીવણ કલાસીસ, શિવમ કમ્પ્યુટર કલાસીસ સહિત 11 શાળાઓ જેમાં સરકારી અને પ્રાઇવેટ શાળાઓનો સમાવેશ થાય છે. મમતા હોસ્પિટલ, રુદ્ર હોસ્પિટલ, હોટેલમાં ઉમરગામ કલબ, આર. જી. લેન્ડમાર્ક, નિત્યાનંદ અને સુપ્રીમ હોટેલ, રહેણાંક વિસ્તારમાં 18 એપાર્ટમેન્ટ અને કોમ્પ્લેક્ષને નોટિસ પાઠવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details