વલસાડ: એકતરફી પ્રેમમાં પાગલ પારડી તાલુકાના પરિયા ગામમાં યુવકે ઘરમાં ધસી જઈ તેની માતા અને કાકા તેમજ બહેન પર લાકડા જેવા હથિયારથી જીવલેણ હુમલો કરી 17 વર્ષીય સગીરાને લઈને ભાગી (Kidnapping In Unrequited Love Valsad) ગયો હતો. સુરત જેવી ઘટના(Grishma Vekariya Murder Case)નું પુનરાવર્તન ન થાય એ માટે જિલ્લાની પોલીસ દોડતી થઇ હતી. પોલીસે ઘટનાની ગંભીરતા લઈ નાકાબંધી કરી સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે સમગ્ર મામલે સગીરાને બચાવી લેવામાં આવી છે, જ્યારે આરોપીઓની શોધખોળ હજી ચાલું છે.
સગીરાને બચાવી લેવામાં આવી છે, જ્યારે આરોપીઓની શોધખોળ હજી ચાલું છે. 17 વર્ષીય સગીરાને એકતરફી પ્રેમ કરતો હતો
છેલ્લા એક વર્ષથી કુટુંબના સભ્યો દ્વારા વારંવાર સમજાવવા છતાં સુનીલ પોતાની જીદ છોડવા તૈયાર ન હતો. વલસાડ જિલ્લાના પારડીના પરિયા (Valsad pardi pariya) વેલવાગડ તળાવ ફળિયામાં રહેતો સુનીલ જયેશ છીબુ પટેલ ગામની 17 વર્ષીય સગીરાને એકતરફી પ્રેમ કરતો હતો. એ બાબતની જાણ બંનેના પરિવારને થતાં છેલ્લા એક વર્ષથી કુટુંબના સભ્યો દ્વારા વારંવાર સમજાવવા છતાં સુનીલ પોતાની જીદ છોડવા તૈયાર નહોતો અને સગીરાના પરિવારને જાનથી મારી નાંખીશ અને હું આને લઈ જઈશ એવી ધમકી (Death Threat In Valsad) આપતો હતો.
આ પણ વાંચો:એકતરફી પ્રેમમાં પાગલ એન્જિનિયરે યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બેનને કર્યા બિભત્સ મેસેજ
ઘરમાં પાછળથી પ્રવેશીને જીવલેણ હુમલો કર્યો
ગતરોજ યુવકે સગીરાના ઘરે પાછળથી પ્રવેશી તેની માતા અને કાકા તેમજ બહેન પર લાકડા જેવા સાધન વડે જીવલેણ હુમલો (Attack On a Family In Valsad) કરી તમામને માથા, પગ તથા હાથમાં ફટકા મારી સગીરાને લઈ ઘરની નજીક આવેલી એક વાડીમાંથી ભાગી ગયો હતો. હુમલામાં ઘાયલ તમામને 108 દ્વારા સારવાર અર્થે પારડીની મોહન દયાળ હોસ્પિટલ (mohan dayal hospital pardi) ખાતે ખસેડવામાં આવ્યા હતા.
LCB અને SOGની અલગ અલગ ટીમ બનાવવામાં આવી
સુરતની ગ્રીષ્મા જેવી ઘટનાનું પૂનરાવર્તન (Crime In Valsad) ન બને એટલે પોલીસ હરકતમાં આવી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પારડી પોલીસ તથા તેમના ડી સ્ટાફ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આરોપી યુવક સગીરા (Girl Safety In Gujarat)ને જંગલ વિસ્તારમાં લઇ ગયો હોવાને લઈને સગીરા (crime against women in gujarat)ને શોધવાના તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. પારડી પોલીસ સહિત LCB અને SOGની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો:'બીજા સાથે લગ્ન કરીશ તો તારા પર એસિડ ફેંકીશ', એકતરફી પ્રેમમાં યુવકે આપી યુવતીને ધમકી
આંબાવાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું
નાકાબંધી સાથે વાડીમાં સર્ચ કરવા થર્મલ ડ્રોનનો ઉપયોગ કરી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સાથે ગામના યુવાનોની પણ મદદ લેવામાં આવી હતી. સગીરા વહેલી સવારે સલામત મળી આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ સગીરાની મેડિકલ તપાસ કરાવી વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.