ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્વિટ વિવાદમાં જીજ્ઞેશ મેવાણીના સમર્થકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર - gujaratpolice

વાપી: શહેરની મામલતદાર કચેરી ખાતે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં વાપીનાં આંબેડકરવાદી સમાજ અને લઘુમતી સમાજના આગેવાનોએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. મોટી સંખ્યામાં લઘુમતિ સમાજના પ્રતિનિધિઓ હાજક રહ્યા હતાં.

etv bharat vapi

By

Published : Aug 9, 2019, 6:47 PM IST

વાપી મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઉપર ટ્વિટ બાબતે વલસાડની RMVM સ્કૂલના પ્રિન્સિપાલે કેસ દાખલ કર્યો છે. આ કેસમાં જીજ્ઞેશ મેવાણીના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા બાદ પણ વલસાડ SOGના અધિકારી તરફથી વારંવાર વાપી-વલસાડમાં હાજરી લગાવવા તથા જામીન દેવા જેવી સામાન્ય બાબતે પરેશાન કરવામાં આવે છે.

ટ્વિટ વિવાદમાં જીજ્ઞેશ મેવાણીના સમર્થકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર

આ સમગ્ર પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રિમાન્ડની માંગણી પણ કરી હતી, પરંતુ જીજ્ઞેશ મેવાણીના વકીલ અજય શેખ અને વકીલની ટીમની દલીલના કારણે જીજ્ઞેશ મેવાણીના રિમાન્ડ ના મંજૂર થયા છે. છતાં કોઈ ષડ્યંત્રના ભાગરૂપે વારંવાર પરેશાન કરવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગ તરફથી પોલીસ અધિકારનો દુરુપયોગ રોકવા અને તેની પાછળ જે માસ્ટરમાઈન્ડ છે. તેને પકડવાની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી. મામલતદાર વાપીને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.

આવેદનપત્ર આપવા આવેલા પ્રતિનિધિ મંડળમાં ભીમરાવ કટકે, રવિ સુરવાડી, હસુ પટેલ, સલીમ સોલંકી, હનીફ અજમેરી, છગન પટેલ, અશોકરાવ ગાયકવાડ સહિતના આંબેડકર વાદીઓ અને લઘુમતિ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details