ગુજરાત

gujarat

ETV Bharat / state

જ્વેલર્સની દુકાનમાં ત્રાટકયા તસ્કરો, દુકાનમાં બાકોરૂં પાડી ચોરો દાગીના ઉડાવી ગયા

વાપીની મુખ્ય બજારમાં આવેલી જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરો લાખોના દાગીનાની ચોરી કરી ફરાર(Theft a jewelers shop in Vapi ) થયા છે. દુકાન માલિકે દુકાન ખોલી ત્યારે દુકાનમાં તમામ સમાન વેરવિખેર પડ્યો જોતા તાત્કાલિક વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી.

જ્વેલર્સની દુકાનમાં ત્રાટકયા તસ્કરો, દુકાનમાં બાકોરૂં પાડી ચોરો દાગીના ઉડાવી ગયા
જ્વેલર્સની દુકાનમાં ત્રાટકયા તસ્કરો, દુકાનમાં બાકોરૂં પાડી ચોરો દાગીના ઉડાવી ગયા

By

Published : Jul 7, 2022, 3:47 PM IST

વલસાડઃવાપીમાં મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ લાખોના દાગીનાની ચોરી (Theft at Pushpam Jewelers)કરતા ફફડાટ ફેલાયો છે. ચોર ટોળકીએ નજીકની દુકાનમાં બાકોરું પાડી જવેલર્સની દુકાનમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો છે. ચોરોએ જવેલર્સની દુકાનમાંથી લાખોની ચોરી કરી હોવાની જાણકારી મળતા પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી છે.

પુષ્પમ જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકયા -ગુરુવારે વહેલી સવારે જ્વેલર્સની દુકાનમાં (jewelers shop in Vapi)લાખોના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીમાં મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં વહેલી સવારે દુકાન માલિકે દુકાન ખોલી ત્યારે દુકાનમાં તમામ સમાન વેરવિખેર પડ્યો હતો. દુકાનમાં રાખેલા સોના ચાંદીના દાગીના ગાયબ હતાં. તેમજ દુકાનમાં એક બાકોરું પડેલું હતું. ચોરી થયાની જાણ દુકાન માલિકે થતા તાત્કાલિક વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી.

જ્વેલર્સની દુકાનમાં ચોરી

આ પણ વાંચોઃતમે ક્યારેય નહિ વિચાર્યું હોય તેવી વસ્તુંની થઇ ચોરી, જાણો કઇ રીતે આ કામને અપાયો અંજામ

જ્વેલર્સની દુકાનમાં દીવાલ તોડી બાકોરું પાડ્યું -વરસાદી માહોલ વચ્ચે જવેલર્સની દુકાનમાં હાથફેરો કરનાર ચોર ટોળકીએ ચોરીને અંજામ આપવા પુષ્પમ જવેલર્સની પાછળના ભાગે બાજુની દુકાનમાં પ્રવેશી તે દુકાનમાંથી જ્વેલર્સની દુકાનમાં દીવાલ તોડી બાકોરું પાડ્યું હતું. ચોરો જે દુકાનમાંથી જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કર્યો તે દુકાન 20 દિવસ પહેલા જ એક કપડાના વેપારીને ભાડે આપેલી હતી.

આ પણ વાંચોઃચોરી પણ ચોંકાવે તેવી, ચોરોએ છોડ્યો મેસેજ: DHOOM 4 અમે ટૂંક સમયમાં પાછા આવીશું

લાખોના દાગીના ચોરાયા હોવાનો અંદાજ -હાલ જ્વેલર્સની દુકાનમાં લાખોના દાગીનાની ચોરી થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સાથે શહેરના મુખ્ય માર્ગો પર નાકાબંધી કરી ચોર ટોળકીને દબોચી લેવા પ્રયાસ હાથ ધર્યા છે. જો કે કુલ કેટલાની કિંમતના દાગીનાની ચોરી થઈ છે તેનો કયાસ કાઢવામાં આવી રહ્યો છે. પરંતુ લાખોના દાગીના ચોરાયા હોવાનો અંદાજ લગાડવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details